31st પાર્ટીનું આયોજન કરવાના છો તો પહેલા વાંચી લો ગુજરાત પોલીસના નિયમ

PC: firenflames.com

31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે લોકોની સુવિધા અને સુરક્ષાને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું છે. 31 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પાર્ટીના આયોજકોને કેટલીક સુચનાઓ પણ આપવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર અલગ-અલગ જગ્યાઓ પર પાર્ટીના આયોજનની 31 જેટલી અરજીઓ અમદાવાદ પોલીસને મળી છે. હવે આ તમામ અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને ક્યા આયોજકને પાર્ટી માટે મંજૂરી આપવી તે બાબતે વિચારણા કરવામાં આવશે. પોલીસે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર 31 ડિસેમ્બરના રોજ રાતના 10 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડી શકાશે અને આયોજકો 10 વાગ્યા પછી સાઉન્ડ વગાડીને સુપ્રીમ કોર્ટમાં આદેશનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત DJ સાઉન્ડ અને લાઉડ સ્પીકરનો અવાજ કાયદા પ્રમાણે જ રાખવાનો રહેશે.

પાર્ટી સમયે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે એટલા માટે આયોજકોએ સુરક્ષા વ્યવસ્થા મજબુત રાખવી પડશે. રસ્તા પર વાહનોનું દબાણ ન થાય તે માટે પાર્ટીના આયોજકો દ્વારા પાર્કિંગની સુવિધા પણ કરવી પડશે. પાર્ટીમાં આવતા તમામ લોકોના ID પ્રૂફ એક મહિના સુધી આયોજકોએ રાખવા પડશે અને પાર્ટીના સ્થળ પર એન્ટ્રીથી થઇને એક્ઝીટ સુધી HD CCTV કેમરાઓ ગોઠવવા પડશે. આ ઉપરાંત પાર્ટીમાં મહિલાઓની સુરક્ષાને લઇને અલગથી સુરક્ષા ગોઠવવી પડશે.

પાર્ટી દરમિયાન કોઈ પણ નશીલા પર્દાર્થનું સેવન કરતા પોલીસના હાથે ઝડપાશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને પાર્ટીના આયોજકોને પાર્ટી દરમિયાન કોઈ શંકાશ્પ્દ વ્યક્તિ કે, વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp