ગણેશ મંડળ દર્શન માટે લોકો પાસેથી પૈસા લેનારાને હવે નહીં છોડવામાં આવે

PC: youtube.com

ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસોની વાર છે. કેટલાક શહેરોમાં બાપાના આગમન પહેલા રસ્તાઓ પર લાઈટીંગ કરવામાં આવી છે. બાપાનું મહારાજની જેમ સ્વાગત કરવાની પણ તૈયાર્રીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ કેટલાક યુવક મંડળો દ્વારા બાપાના દર્શન કરવા માટે અને અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવેલુ પ્રદર્શન નિહાળતા માટે મંડપની આગળ પડદો રાખીને પૈસાની વસુલાત કરવામાં આવતી આવતી હોય છે. આ વર્ષે વડોદરા શહેર પોલીસ કમીશનરે આવા મંડળો સામે લાલ આંખ કરી છે અને જાહેનામું બહાર પાડીને ગણેશ દર્શન માટે ઉઘરાવવામાં આવતા રૂપિયા પર પતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 2017માં લગાડવામાં આવ્યો હતો પરંતુ કેટલાક યુવક મંડળ દ્વારા જાહેરનામાંનો ભંગ કરીને પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી.

આ વર્ષે આ નિયમોનું કડક અમલ કરાવવા માટે વડોદરાના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શહેરમાંથી કોઈ પણ યુવક મંડળ ગણેશ દર્શન માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવતા પકડાશે તો તેની સામે જાહેનામાં ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અનેક યુવક મંડળો દ્વારા પૈસા લઇને ગણેશ દર્શન કરાવવામાં આવતા હોવાની અનેક ફરિયાદો પોલીસને મળતા 2017માં આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ વર્ષે ગણેશજીના આગમન અને વિસર્જનને લઇને કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં સ્થાપન સમયે કે, વિસર્જન સમયે કાઢવામાં આવેલા સરઘસમાં કોઈ પણ પ્રકારનો પાઉડર કે, અબીલ, ગુલાલ ઉડાડવાની મનાઈ કરવામાં આવી છે. વડોદરાના માંડવી અને ચાર દરવાજા વિસ્તારમાં ટ્રેલરમાં મૂર્તિ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રતિમાને લઇ જવા કે, વિસર્જન કરવા જતા સમયે ચાર કરતા વધારે વ્હીલ ધરાવતા વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp