પુનાટ ગામે શ્રી સાંઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી ની ધામધૂમથી ઉજવણી

PC: khabarchhe.com

ઉમરગામ ના સરીગામ પાસે આવેલા પુનાટ ગામે  શ્રી સાંઈ સેવા સમિતિ ટ્રસ્ટ હંમેશા  એક પણ હિન્દૂ તહેવારોને ભૂલ્યા વગર ધામધૂમથી  ઉજવણી કરવામાં આવે છે હવે લીલા અપરંપાર હોય એવા નંદ લાલા એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન ના જન્મ ની ઉજવણી એટલે કે જન્માષ્ટમીના તહેવાર ને કેમ કરીને ભૂલી શકાય. 

આ વર્ષે પણ  શ્રી સાંઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આખા મંદિર અને આસપાસના વિસ્તારમાં સરસ જગમગ લાઈટો કરીને રોશની કરવામાં આવી હતી અને મટકી ફોડ દ્વારા  કૃષ્ણ ના જન્મદિવસ ની ઉજવણી ખુબ ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં આસપાસના ૬૦૦ થી ૭૦૦ લોકો આમાં જોડાયા હતા અને જન્માષ્ટમી ના દિવસે મોદી રાત સુધી ભજન કીર્તન કરવામાં આવ્યા હતા અને ભગવાનરૂપી  નાના બાળકોને મટકી ફોડ માટે તૈયાર કરીને ખુબ જોશ હર્ષોલ્લાસ સાથે મટકી ફોડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંદાજે ૬૦૦-૭૦૦ લોકો ને મહાપ્રસાદ નો લાભ આપીને જન્માષ્ટમી ની ઉજવણી પૂર્ણ કરવામાં આવી . 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp