ગણેશ ચતુર્થી પર 126 વર્ષ બાદ બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને કરાવશે લાભ

PC: pinimg.com

ગણેશ ચતુર્થીનો તહેવાર આજે એટલે કે 22 ઓગસ્ટે મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારી ગણેશ પૂજા બાદ 1 સપ્ટેમ્બરે ગણેશોત્સવ મનાવવામાં આવશે. આ વખતે ગણેશ ચતુર્થી પર ખાસ સંયોગ પણ બની રહ્યો છે. ગણેશ ચતુર્થી પર 126 વર્ષ બાદ સૂર્ય અને મંગળ પોતપોતાની સ્વરાશિમાં સ્થિત છે. સૂર્ય પોતાની સિંહ રાશિમાં, જ્યારે મંગળ પણ પોતાની મેષ રાશિમાં બેઠો છે. ગ્રહોની આવી સ્થિતિ મેષ, કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિવાળાઓને વધુ લાભ આપી શકે છે.

મેષ

મેષ રાશિના પાંચમાં ભાવમાં સૂર્યની હાજરી શુભ કાર્યો માટે સારો યોગ બનાવી રહી છે. નવી યોજનાઓ લાભ આપશે. કોઈપણ કામ હાથમાં લેવા પર સફળતા મળી શકે છે. ઘર, મકાન અને વ્યાપારના મામલામાં લાભ થઈ શકે છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે ગણેશ ચતુર્થી પર બનેલો આ સંયોગ ફળદાયી નથી. ચોથા ભાવનો સૂર્ય તમારા ધન અને ઐશ્વર્યમાં ઘટાડો લાવી શકે છે. ઘરની સુખ-શાંતિ ભંગ થઈ શકે છે. પાર્ટનરની સાથે લડાઈ-ઝઘડા વધી શકે છે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે આ સંયોગ ખૂબ જ શુભ ફળ આપી શકે છે. સૂર્યની કૃપાથી તમારામાં ભરપૂર ઉર્જા રહશે. સાહસ અને પરાક્રમ વધશે. મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદમાં પડવાથી નુકસાન થઈ શકે છે.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે ગણેશ ચતુર્થી પર બની રહેલા આ મહાસંયોગથી તમારું કોઈ મોટું અને અટકી ગયેલું કામ પૂર્ણ થઈ શકે છે. ધન લાભના પણ યોગ બની રહ્યા છે. ઘરમાં સુખ-શાંતિનો નિવાસ થાય. કોઈપણ વ્યક્તિને અપશબ્દ કહેવાથી બચો.

સિંહ

સિંહ રાશિના જાતકો માટે આ સમય જરા સંભાળીને રહેવાનો છે. આવનારા થોડાં દિવસો સુધી તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડી શકે છે. આથી પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવો અને ઉર્જા શક્તિનો યોગ્ય દિશામાં જ ઉપયોગ કરતા કામ કરવાનું રહેશે.

કન્યા

કન્યા રાશિના જાતકોને આ મહાસંયોગ મિશ્ર પરિણામ આપશે. યાત્રા અને ધનના મામલામાં તમને નુકસાન થઈ શકે છે. કોઈપણ મોટા કાર્યમાં હાથ નાંખતા પહેલા સમજી-વિચારીને નિર્ણય લો. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.

તુલા

સૂર્ય અને મંગળના આ મહાસંયોગથી તુલા રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન તમારા હાથમાં કોઈ મોટી ઉપલબ્ધિ પણ આવી શકે છે. પ્રતિદ્વંદ્વિઓ પર તમારું પરાક્રમ હાવી રહેશે. નેતૃત્વ કરવાની ક્ષમતા વધશે.

વૃશ્ચિક

વ્યાપાર અને નોકરી કરતા વૃશ્ચિક રાશિના લોકો માટે આ સંયોગ ખૂબ જ શુભ રહેશે. તમને નવી જવાબદારી મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા અને સરકારી નોકરીમાં પ્રમોશનની સંભાવના બની રહેશે.

ધન

આ સંયોગથી ધન રાશિના જાતકોના ભાગ્યમાં વૃદ્ધિ થશે. તમે આર્થિકરીતે મજબૂત બનશો. બીજાઓની મદદ માટે તમે તત્પર રહેશો અને ધર્મ કાર્યોમાં રુચિ વધશે. જોકે, કોઈ બહારની વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.

મકર

મકર રાશિવાળાઓ માટે પણ આ સંયોગ ખૂબ જ શુભ છે. અનાયરસ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જોકે, ખર્ચાઓમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. વિદ્યાર્થી અને કળાના ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આ દરમિયાન મોટો ફાયદો થઈ શકે છે.

કુંભ

ગણેશ ચતુર્થી પર આ સંયોગથી કુંભ રાશિના જાતકોના વ્યાપારમાં ઉન્નતિ થશે. નોકરી કરતા લોકોની આવક વધશે. મનમાં ચાલી રહેલી કોઈ મોટી ચિંતા દૂર થઈ શકે છે અને કામ બની શકે છે. દાંપત્ય જીવન માટે આ સંયોગ સારો નહીં રહેશે.

મીન

મીન રાશિવાળા જાતકો માટે ગણેશ ચતુર્થીનો આ મહાસંયોગ મિશ્ર પરિણામ આપનારો રહેશે. ધન મળશે, પરંતુ વધુ પડતા ખર્ચાઓને કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પાર્ટનરની સાથે સંબંધોમાં કડવાશ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp