આ બે કલાક દરમિયાન જ ફોડી શકાશે ફટાકડા

PC: indiatoday.in

આગામી દિવાળીના તહેવારો દરમિયાન સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ રાત્રીના 8.00 કલાક થી 10.00 કલાક સિવાયના સમયમાં ફટાકડા ફોડી શકાશે નહીં તો નાગરિકોએ આ નિયમનું ચુસ્તપાલન કરીએ તે આવશ્યક છે એમ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ દિવાળી કે અન્ય તહેવારો, પ્રસંગો દરમિયાન ફટાકડા, ફાયર ક્રેકર્સ દ્વારા હવા અને અવાજનું પ્રદૂષણ અટકાવવા તથા તેના નિયમન અને નિયંત્રણનો આદેશ કરાયેલ છે. ફટાકડાઓનો અવાજ તથા તેનો ધુમાડો જાહેર જનતાની તંદુરસ્તીને નુકશાન કર્તા હોવાથી જરૂરી સૂચનાઓનો ચૂસ્તપણે અમલ થાય તે જરૂરી છે. સાથે સાથે નાગરિકો પર્યાવરણ પ્રતિ જાગરૂકતા સાથે સંવેદનશીલતા લાવે તે અત્યંત અનિવાર્ય.

આગામી દિવાળીના તહેવાર દરમિયાન ધી એન્વાયર્મેન્ટ પ્રોટેકશન રૂલ્સ 1986ની કલમ–89 લગત સામેલ શેડયુઅલ–1માં નિર્દિષ્ટ કર્યા મુજબની મર્યાદાથી વધુ અવાજ કાઢે તેવા પ્રકારના ફટાકડાનું ઉત્પાદન તેમજ વેચાણ કરવું નહિં. અવાજના ધડાકાના કેન્દ્રથી 4 (ચાર) મીટરના અંતરે 125 ડેસીબલ (A1) અથવા 145 ડેસીબલ (PK) કે તેથી વધારે માત્રાના અવાજથી ફુટે તેવા ફટાકડાના ઉત્પાદન, વપરાશ અને વેચાણની મનાઇ ફરમાવવામાં આવે છે. સીરીઝમાં જોડે ફોડવામાં આવતા ફાયર ક્રેકર્સની ઉપર દર્શાવેલ માત્રા 5 લોગ 10 (અ) ડેસીબલની માત્રા મુજબ ઘટાડવામાં આવે તે મુજબ ગણવાની રહેશે. હોસ્પિટલ, સ્કુલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય, ધાર્મિક સ્થળો તથા સાયલન્સ ઝોન તરીકે જાહેર કરાયેલ કોઇપણ વિસ્તારની 100 મીટરની ત્રિજયામાં કોઇપણ ફાયર ક્રેકર્સ, ફટાકડા ફોડી શકાશે નહી. તો નાગરિકો આ નિયમોનું પાલન કરે તે આવશ્યક છે.

ધી એન્વાયર્મેન્ટ પ્રોટેકશન રૂલ્સ–1986નો ભંગ તે પર્યાવરણ સુરક્ષાના કાયદા-1986 હેઠળ શિક્ષા પાત્ર ગુન્હો બને છે. તો નાગરિકોએ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp