મૂર્તિકારોને કેન્દ્ર સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર

PC: dnaindia.com

કોરોના લોકડાઉન વચ્ચે મોદી સરકારે દેશના મૂર્તિકારોને મોટી રાહત આપી છે. સરકારે પ્લાસ્ટર ઓફ પેરિસ(POP)થી બનેલી ગણેશજીની મૂર્તિઓને વેચવા પર મૂકાયેલા પ્રતિબંધને એક વર્ષ માટે હટાવી લીધો છે. આ અંગે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ગણેશ મૂર્તિ માટે પ્લાસ્ટર ઓફ પેરિસના પ્રતિબંધના નિર્ણયને 1 વર્ષ માટે સ્થગીત કરી દેવામાં આવ્યો છે. આનાથી આ વર્ષે જેમની મૂર્તિઓ બની ગઇ છે, તેમને નુકસાન નહીં થાય.

15 મેના રોજ પ્રતિબંધનો નિર્ણય લેવાયેલો...

દેશભરમાં પ્લાસ્ટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને થર્મોકોલ જેવી હાનિકારક વસ્તુઓમાંથી બનેલી દેવી-દેવતાઓની પ્રતિમાઓનું જળ વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. CPCB દ્વારા દેશમાં મૂર્તિ વિસર્જનની પ્રક્રિયાને પર્યાવરણને અનુકૂળ રીતે પૂર્ણ કરવા માટે નિયમોમાં બદલાવ કરવામા આવ્યા હતા. નવા નિયમોમાં આ હાનિકારક તત્વોમાંથી બનેલી મૂર્તિઓના વિસર્જન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધની જાહેરાત કરવામા આવી હતી.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ મૂર્તિ વિસર્જન માટે વર્ષ 2010માં જાહેર દિશાનિર્દેશોને સંશોધિત કર્યા છે. આ પગલું માટીમાંથી બનેલી અને સિન્થેટિક પેઈન્ટ તેમજ રસાયણોને બદલે પ્રાકૃતિક રંગો દ્વારા રંગવામા આવેલી મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા નવા નિયમો અંતર્ગત એ જ મૂર્તિઓનું પાણીમા વિસર્જન કરવાની અનુમતિ મળશે, જેનું નિર્માણ પર્યાવરણ હિતૈષી તત્વોમાંથી કરવામાં આવશે અને જે કોઈ હાનિકારક પ્રભાવ છોડ્યા વિના બાયોડિગ્રેડેબલ (પ્રાકૃતિકરીતે જાતે નષ્ટ થતી) હોવાના ગુણ ધરાવે છે. તેમા સિંગલ-યુઝ પ્લાસ્ટિક, થર્મોકોલ અથવા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિઓના ઉપયોગ કરવા પર સંપૂર્ણરીતે પ્રતિબંધિત મુકી દેવામા આવ્યો છે.

CPCBએ તમામ રાજ્ય પ્રદૂષણ બોર્ડને પોતાના નિયમોમાં સંશોધિત દિશાનિર્દેશોના આધાર પર બદલાવ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તહેવાર પહેલા અને પછી જળ સ્ત્રોતોના પાણીના સેમ્પલ પણ ભેગા કરીને રિપોર્ટ બનાવવાના નિર્દેશ આપવામા આવ્યા છે. CPCBના સંશોધિત દિશાનિર્દેશોમાં કહેવામા આવ્યું છે કે, મૂર્તિઓની સજાવટ માટે માત્ર સુકા ફૂલોના અંશો અને તેમને આકર્ષક તેમજ ચમકદાર બનાવવા માટે વૃક્ષોના પ્રાકૃતિક ગુંદરના જ ઉપયોગની અનુમતિ રહેશે.

નદીઓ અને જળાશયોમાં દર વર્ષે ગણેશ ચતુર્થી તેમજ દુર્ગા પૂજા જેવા તહેવારો દરમિયાન ભારે માત્રામાં મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવે છે. વિસર્જન માટે સસ્તા તેમજ ઝેરી અકાર્બનિક તત્વોમાંથી બનેલી મૂર્તિઓનો ઉપયોગ મોટાપાયે થવાને કારણે જળસ્ત્રોત ખરાબ રીતે પ્રદૂષિત થઈ રહ્યા હતા. CPCB સતત આના પર અંકુશ લગાવવા માટે દિશાનિર્દેશ જાહેર કરી રહી છે. પરંતુ મૂર્તિ નિર્માણમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ ન હોવાને કારણે કવાયદ નકામી સાબિત થઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp