પુરુષોમાં સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવાના સરળ ઉપાયો

PC: reviewed.com

સામાન્યરીતે દરેક પુરુષ સ્માર્ટ અને અટ્રેક્ટિવ દેખાવા માગતો હોય છે. પરંતુ ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ સ્માર્ટનેસને ઝાંખી કરી દે છે. શરીર પર સ્ટ્રેચ માર્ક્સ પડવા એક એવી જ સમસ્યા છે. સ્ટ્રેચ માર્ક્સ માત્ર મહિલાઓને જ નહીં, પરંતુ પુરુષોની સ્કીન પર પણ પડે છે. આમ તો તેમાં ખાસ મુશ્કેલી નથી થતી, પરંતુ તે દેખાવે ખરાબ લાગે છે. સ્ટ્રેચ માર્ક્સ ફાઈન લાઈન્સની હોય છે જે જાંઘ, આર્મ્સ અને નિતંબની આસપાસ સૌથી વધુ પડે છે. વજન અચાનક વધવા કે પછી ઘટવા, સ્કિન કંપોઝિન, વધતી ઉંમર, ડિહાઈડ્રેશન અને આનુવાંશિક કારણોને લઈને આ સમસ્યા થાય છે. સ્ટ્રેચ માર્ક્સને હટાવવા માટે માર્કેટમાં ઘણા બધા પ્રોડક્ટ છે. પરંતુ લાઈફસ્ટાઈલમાં બદલાવ કરીને તેને સરળતાથી દૂર કરી શકાય છે.

પર્યાપ્ત માત્રામાં પાણી પીઓ

શરીરમાં પાણીની ઉણપ થવા પર ત્વચા ડ્રાય થઈ જાય છે. તેને કારણે સ્કિન પર ફાઈન લાઈન સહિત એજિંગના અન્ય લક્ષણો દેખાવા માંડે છે. બોડીને હાઈડ્રેટ કરવાથી સ્કિનમાં લચીલાપણું બની રહે છે અને ત્વચા યુવાન દેખાય છે. સ્ટ્રેચ માર્ક્સથી દૂર રહેવા માટે પુરુષોએ દરરોજ 3.7 લીટર પાણી પીવુ જોઈએ.

હોટ શાવર ના લો

સ્કિન માટે હોટ શાવર ફાયદાકારક નથી. ગરમ પાણીથી નહાવાથી કોલેજનનું ડર્મલ લેયર ડેમેજ થઈ જાય છે. જેને કારણે ત્વચા ફાટી શકે છે અને સ્ટ્રેચ માર્ક્સ પડી શકે છે. તમે હોટ શાવરને બદલે નવશેકા પાણીથી ન્હાઈ શકો છો. આ દરમિયાન સારી ક્વોલિટીના શાવર જેલનો ઉપયોગ કરવો જોઈએ.

સારી ક્વોલિટીનું મોઈશ્ચરાઈઝર લગાવો

સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે મોઈશ્ચરાઈઝર એક સારો ઓપ્શન છે. પરંતુ તમારે hyaluronic એસિડ અને વિટામિન એથી ભરપૂર મેન સાયન્સ બોડી લોશનનો ઉપયોગ કરવો જોઈએ. તે કોલેજનને વધારવામાં મદદ કરે છે અને તેમાં હાનિકારક કેમિકલ નથી હોતું. યોગ્યરીતે મોઈશ્ચરાઈઝર લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ સંપૂર્ણરીતે દૂર થઈ જાય છે.
કોલેજન ફિલ્ટર યુઝ કરો

કોલેજન ફિલ્ટરનો ઉપયોગ કરો

જો તમારા શરીર પર સ્ટ્રેચ માર્ક્સ દેખાતા હોય, તો તેને દૂર કરવા માટે કોલેજન ફિલ્ટનો ઉપયોગ કરો. તે કોઈપણ ફાર્મસી પર સરળતાથી મળી રહેશે. પોતાની હથેળી પર લિક્વિડના કેટલાક ડ્રોપ્સ લઈ ફિલ્ટરને ફાઈન લાઈન પર અપ્લાઈ કરો. ધીમે-ધીમે સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જશે.

વિટામિનનું સેવન કરો

આપણા ડાયટની સીધી અસર આપણી ત્વચા પર દેખાય છે. જો તમે પર્યાપ્ત પોષક તત્વોનું સેવન ના કરતા હો, તો મલ્ટીવિટામિન દ્વારા તેની ભરપાઈ થઈ શકે છે. માર્કેટમાં એવા ઘણા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જેમાં વિટામિન-ઈ અને વિટામિન-એની પર્યાપ્ત માત્રા હોય છે. તેનાથી શરીરને પોષણ મળે છે અને સ્કિન હેલ્ધી રહે છે.

આ ઉપાયોને અજમાવીને શરીરના વિવિધ ભાગો પરથી ખૂબ જ સરળતાથી સ્ટ્રેચ માર્ક્સને દૂર કરી શકાય છે. આ રીતો સસ્તી અને ખૂબ જ અસરકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp