પ્રિયંકાના હાથમાં જે બોક્સ છે, તેની કિંમત સાંભળી તમારી આંખો પહોંળી થઇ જશે

PC: bollywoodlife.com/

બોલિવુડની દેશી ગર્લ અને હાલમાં અમેરિકામાં સ્થાયી થઇ ગયેલી પ્રિયંકા ચોપરા પોતાના મોંઘા ડ્રેસને કારણે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે, પરંતુ આ વખતે પ્રિયંકા ચોપરા પોતાના બોક્સ જેવા દેખાતા પર્સને કારણે ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપડા ન્યૂયોર્ક ફેશન વીકમાં બ્લેક ડ્રેસમાં આવી હતી. પ્રિયંકાના ડ્રેસ પર માળાનું સુંદર નેટ વર્ક કરાયું હતું.

कितने का है प्रियंका चोपड़ा का ये यूनिक बॉक्स बैग? कीमत जान उड़ जाएंगे होश

પ્રિયંકાએ તેના ડિઝાઇનર ડ્રેસ સાથે Oscar de la Renta બ્રાન્ડની ગોલ્ડ મેટલ મિનિ અલીબી બોક્સ બેગ રાખી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકાની આ મિનિ ગોલ્ડ બેગની કિંમત 2,05,354 રૂપિયા છે.

બોલિવુડમાં પ્રિયંકા ચોપડા 'ધ સ્કાય ઇઝ પિંક' ફિલ્મથી કમબેક કરવા જઇ રહી છે. 'ધ સ્કાય ઇઝ પિંક' હોલિવુડ સિંગર નિક જોનાસ સાથેના લગ્ન પછી બોલિવુડની પહેલી રીલિઝ છે.

कितने का है प्रियंका चोपड़ा का ये यूनिक बॉक्स बैग? कीमत जान उड़ जाएंगे होश

સોનાલી બોઝ દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ, રોહિત શરાફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp