એક મિનિટમાં વેચાયા પવિત્ર જળવાળા આ જીસસ શૂઝ, કિંમત જાણી ચોંકી જશો

PC: Hrithik Roshan

સ્પોર્ટ્સનો સામાન બનાવનારી કંપીન નાઈકીના એક નવા શૂઝ એડિશને બજારમાં તોફાન મચાવ્યું છે. કંપનીએ હાલમાં જ નાઈકી એર મેક્સ 97 સ્નીકર્સ બજારમાં લોન્ચ કર્યા હતાં. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ શૂઝની સોલમાં પવિત્ર નદી જોર્ડનનું પાણી ભરેલું છે.

પવિત્ર પાણીથી ભરેલ યીશુના લિમિટેડ એડિશનના સ્નીકર્સ લોન્ચ થયાની સાથે જ વોચાઈ ગયા હતા. પવિત્ર જળથી ભરેલા આ શૂઝની કિંમત 3000 ડૉલર છે. એટલે કે એક જોડી 3 લાખ રૂપિયાની છે.

બ્રુકલિનમાં સ્થાપિત મીસચીફ દ્વારા ડિઝાઈન કરેલા યીશુના શૂઝ વ્હાઈટ કલરના છે. અને સોલની જગ્યાએ સ્કાઈ બ્લૂ કલરની ટ્રાન્સપરેન્ટ પટ્ટી આપવામાં આવી છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ શૂઝમાં બાઈબલની આયતો પણ લખવામાં આવી છે. જેમાં મેથ્યૂ 14:25 જેવી વિશેષ આયત પણ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઈશા મસીહના રક્તનું પ્રતિનિધિત્વ કરવા માટે યીશુ એક્ત રક્તના બૂંદની સાથે પાણી પર ચાલે છે.

કંપનીના હેડે જણાવ્યું કે, આ નવા કોન્સેપ્ટના શૂઝના હાલમાં તો મર્યાદિત જ બનાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ કોનસેપ્ટ પર વધારે કામ કરવાની યોજના હાલમાં તો નથી.

કંપનીનું આ નવું પ્રોડક્ટ ઘણાં ઈસાઈ સમુદાયોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. કારણ કે તેના ફોટોમાં શૂઝ પર જીજસ દેખાય રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp