સરકારનો નિર્ણયઃ 31 ડિસેમ્બર સુધી ખાદીના છૂટક વેચાણ પર મળશે આટલા ટકા ડિસ્કાઉન્ટ

PC: news18.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. 2 ઓક્ટોબર-2019થી તા. 31 ડિસેમ્બર-2019 દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે. ‘ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે આ સંવેદનાસ્પર્શી નિર્ણય વિજય રૂપાણીએ કર્યો છે.

મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહિ, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે તેમાં આ વિશેષ વળતર-પ્રોત્સાહન આપવાનો મુખ્યમંત્રીનો નિર્ણય સુસંગત બની રહેવાનો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ/મંડળીઓએ ગ્રાહકોને 20 ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે. એટલું જ નહિ, આવી સંસ્થાઓને આના પરિણામે જે રકમ મળે તેમાંથી 5 ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી 165 જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. 136 કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે. 2019-20ના આ નાણાંકીય વર્ષમાં 19 હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp