ધોની જે પેન્ટ પહેરી ડ્રેસિંગ રુમમાં પહોંચ્યો હતો તેની કિંમત જાણશો તો ચોંકી જશો

PC: thehindu.com

ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે સાઉથ આફ્રીકા સામે રમાયેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝને 3-0થી પોતાના નામે કરી લીધી છે. રાંચીમાં રમાયેલી ત્રીજી મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ પહોંચ્યો હતો. તે મેચ ખતમ થયા પછી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રુમમાં પણ જોવા મળ્યો હતો. ફેન્સ ધોનીને જ શોધી રહ્યા હતા અને આખરે તે જોવા મળ્યો પણ ખરો.

BCCIએ એક તસવીર ટ્વીટર પર શેર કરી છે, જેમાં ધોની ડ્રેસિંગ રુમમાં દેખાઈ રહ્યો છે. ત્યાં ધોની ઝારખંડના લોકલ બોય શાહબાજ નદીમને કાંઈક સમજાવી રહ્યો છે. નદીમે રાંચી ટેસ્ટ દ્વારા ટેસ્ટ કરિયરમાં ડેબ્યૂ કર્યું છે. આ તસવીરની બીજી ખાસ વાત ધોનીએ પહેરેલી પેન્ટ છે.

ધોનીએ ઈટાલિયન બ્રાન્ડ Versaceની પેન્ટ પહેરી હતી. ગોલ્ડ ટોન વાળી Versaceની આ પેન્ટ 1588 ડૉલરની છે. મેડૂસા લોગોવાળી આ વ્હાઈટ કલરની પેન્ટ લગભગ 1 લાખ 13 હજાર રૂપિયાની છે.

દિવાળી પહેલા ટીમ ઈન્ડિયાનો ધમાકો, દક્ષિણ આફ્રીકાનો 3-0થી કર્યો સફાયો

ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દિવાળી પહેલાં ટીમ ઇન્ડીયાએ દેશને સૌથી મોટી ભેટ આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી એન્ડ કંપનીએ સાઉથ આફ્રીકાના 3-0થી સૂપડા સાફ કરી દીધા છે. મંગળવારે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી પરાજય આપી દીધો છે. ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ભારતને ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી.

ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 203 રનથી જીતી લીધી હતી. ત્યારબાદ પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ ઇનિંગ તથા 137 રનથી પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી પરાજય આપી દીધો છે. આમ, તેણે સીરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધી છે.

ભારતે દક્ષિણ આફ્રીકા સાથે અત્યાર સુધી 13માંથી ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી છે. હવે દક્ષિણ આફ્રીકાને ક્લીન સ્વીપ કરીને ચોથી સીરીઝ પોતાના નામે કરી છે. દક્ષિણ આફ્રીકાએ ભારતને સાત વખત ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું છે. બાકી ત્રણ સીરીઝ ડ્રો થઇ હતી.

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે અત્યાર સુધીમાં 38 ટેસ્ટ મેચ રમાઇ છે. તેમાંથી 15 મેચ દક્ષિણ આફ્રીકા જીત્યું છે. ભારતીય ટીમે 13 મેચ જીતી છે. રાંચી ટેસ્ટ જીતીને તેણે પોતાની આ સંખ્યાને 14 સુધી પહોંચાડી દીધી છે. બંને દેશોમાં વચ્ચે 10 ટેસ્ટ ડ્રો રહી છે.

ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે જ ભારતીય ટીમે 2019માં સૌથી વધુ ટેસ્ટ જીતવાની તક ઝડપી લીધી છે. હાલમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડ 4-4 મેચ જીતીને બરાબરી પર છે. ભારતે રાંચી ટેસ્ટ જીતીને આ વર્ષની પાંચમી જીત તેણે હાંસલ કરી છે. ભારતે આ વર્ષે કુલ છ ટેસ્ટ મેચ રમી છે. દક્ષિણ આફ્રીકાથી પહેલાં ભારતે વેસ્ટઇન્ડીઝને સતત બે ટેસ્ટ મેચોમાં હરાવ્યું હતું. તેની વર્ષની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સાથે હતી, જે ડ્રો થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp