મિસ્ટર યુનિવર્સનું ટાઈટલ જીતનારો પહેલો ભારતીય બન્યો ચિત્રેશ નટસન

PC: fbcdn.net

કોચીના ચિત્રેશ નટસને ભારત માટે પહેલો મિસ્ટર યુનિવર્સ 2019નો તાજ જીતીને દેશનું નામ ગર્વથી ઊંચું કર્યું છે. તેણે વર્લ્ડ બોડી બિલ્ડિંગ અને ફિઝીક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે આ ખિતાબ જીત્યો છે. વર્લ્ડ બોડી બિલ્ડિંગ અને ફિઝીક સ્પોર્ટ્સ ચેમ્પિયનસિપનું આયોજન સાઉથ કોરિયાના જેજૂમાં કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ચિત્રેશ કોચીનો વતની છે, પરંતુ તે 10 વર્ષ પહેલા દિલ્હી આવી ગયો હતો, જ્યાં તેણે બોડી બિલ્ડિર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

આ ચેમ્પિયનશિપમાં 38 દેશોએ ભાગ લીધો હતો, જેમાં ભારતે કુલ 23 મેડલ જીત્યા. જેમાં 6 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે. સાથે જ ભારતે ટીમ ચેમ્પિયનશિપની કેટેગરીમાં થાઈલેન્ડ બાદ બીજો નંબર મેળવ્યો.

ચેમ્પિયનશિપ જીત્યા બાદ ચિત્રેશે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષોથી હું બોડી બિલ્ડિંગ કરી રહ્યો છું. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મેં ટ્રાયલ્સમાં જવાનું શરૂ કર્યું, ત્યારબાદ મારું ભારતની ટીમમાં સિલેક્શન થઈ ગયું અને ત્યારબાદ મેં પ્રતિયોગિતા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી. આ વર્ષની શરૂઆતમાં એશિયન બોડી બિલ્ડિંગ અને ફિઝીક સ્પોર્ટસ ચેમ્પિશનશિપ જીત્યા બાદ, મેં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. હું પોતાના દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને ખૂબ જ ખુશ છું.

લક્ષ્મી બાઈ નેશનલ કોલેજ, તિરુવનંતપુરમમાંથી શારીરિક શિક્ષામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચિત્રેશ ફિટનેસ ટ્રેનર બનીને દિલ્હીમાં કામ કરવા માંડ્યો. ત્યારબાદ તેણે ઘણી કોમ્પિટિશન્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને પછી ક્યારેય પાછા વળીને નથી જોયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp