ફેશનમાં હિટ છે Bell Sleeves, ટોપથી લઈને બ્લાઉઝ સુધી દરેકમાં લાગે છે સારી

PC: azafashions.com

ફેશન ઈન્ડ્સ્ટ્રીમાં એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી કોઈ સેલિબ્રિટી ફેશન ટ્રેન્ડને ફોલો નથી કરતા ત્યાં સુધી તે ફેશન લોકોમાં જાણીતી બની શકે નહીં. દેરક ડિઝાઈનરનું સપનું હોય છે કે તેની બનાવેલી ડિઝાઈનને સેલિબ્રિટી એન્ડોર્સ કરે. મોટાભાગના ફેશન ડિઝાઈનર્સ તેમના ફેશન શો અથવા રેમ્પ વોકમાં બોલિવુડના જાણીતા ચહેરાને જ લેવાનું પસંદ કરે છે.

ફેશન ઈન્ડ્સ્ટ્રીમાં રોજ નવા નવા ટ્રેન્ડ આવતા રહે છે. પરંતુ હાલમાં Bell Sleeves ઘણી ટ્રેન્ડમાં ચાલી રહી છે. Bell Sleeves એટલે કે બાયની એવી ડિઝાઈન, જેમાં કોણી અથવા કલાઈની પાસે ઘંટડી આકારની ડિઝાઈન હોય. ફેશન ઈન્ડ્સ્ટ્રીમાં બે વર્ષ પહેલા આ ડિઝાઈને એન્ટ્રી કરી હતી. વેસ્ટર્ન વીઅરમાં આ ડિઝાઈન ઘણી ચાલી હતી.

જોત જોતામાં કુર્તા, ટોપ અને બ્લાઉઝ જેવા ભારતીય વસ્ત્રોમાં પણ આ સ્લીવનો ટ્રેન્ડ ચાલવા લાગ્યો. આ ડિઝાઈનની બુરી કરવાવાળા પણ ઘણા લોકો હતા. ઘણા જાણીતા ભારતીય ફેશન ડિઝાઈનરોએ તેને પસંદ કરી નહોતી. તેમનું કહેવું હતું કે આ સ્લીવની ડિઝાઈન દેખાવની સાથે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ નથી. આ ડિઝાઈનમાં છોકરીઓ જાડી લાગે છે. પરંતુ આલિયા ભટ્ટે આ સ્લીવની ડિઝાઈનને એવી રીતે અપનાવી કે જાણે તેણે જ આ ડિઝાઈન બનાવી હોય.

રાઝી ફિલ્મની એભિનેત્રી આલિયા ભટ્ટનું આ Bell Sleeves અંગે માનવું છે કે તે આ ડિઝાઈનમાં ઘણી સ્માર્ટ દેખાય છે. તેને લાગે છે કે આ ડિઝાઈન પહેરવાથી તે ઉંમરમાં ઓછી લાગે છે. આલિયા દ્વારા વારંવાર આ ડિઝાઈનના કપડા પહેરવામાં આવતા તે હાલમાં ટ્રેન્ડી બની રહ્યું છે. આલિયા ઘણી વખત આ સ્લીવના ટોપ, ડ્રેસ અથવા શર્ટમાં જોવા મળે છે. તે ઘણી સારી રીતે આ ડિઝાઈનને પહેરવાનું જાણે છે.

આ પ્રકારની સ્લીવ્ઝ કોલેજ જતી છોકરીઓ પર સારી લાગે છે. ખાસ કરીને કુર્તા અથવા ટોપમાં Bell Sleeves ની સાથે ઘણા પ્રયોગ કરવામાં આવી શકે છે. તેની સાથે તમે પ્લેન અથવા ટ્રેડિશનલ સાડી સાથે મેચિંગ કરી પહેરી શકો છો. જો તમે જાડા હોવ તો પણ પહેરી શકો છો.

Bell Sleeves ની સાથે ક્યારેય પણ એસેસરીઝ પહેરવી જોઈએ નહીં. આ સ્લીવ પોતાનામાં જ એક એસેસરીઝ જેવું છે. ઘણા ડાર્ક કપડાંઓમાં આ સ્લીવ્ઝ ભારે લાગે છે. ફ્લોરલ અથલા લાઈટ નિયોન કલરના ટોપમાં આ સ્લીવ્ઝ સુંદર લાગે છે. કોઈ પણ ઉંમરની મહિલાઓ આ ડિઝાઈન પહેરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp