શબાના આઝમીની કારનો ટ્રક સાથે અકસ્માત, અભિનેત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

PC: intoday.in

ગીતકાર જાવેદ અખ્તરની પત્ની અને અભિનેત્રી શબાના આઝમી રોડ એક્સિડન્ટમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. ખાલાપુર ટોલ પ્લાઝા પાસે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર તેની કાર ટ્રક સાથે એક્સિડન્ટ થયું હતું. આ દુર્ઘટનામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત અભિનેત્રી શબાના આઝમીને એમજીએમ હોસ્પિટલ પનવેલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે આ દુર્ઘટના થઈ, તે સમયે અભિનેત્રી શબાના આઝમી અને પતિ જાવેદ અખ્તર પણ કારમાં સવાર હતા. જોકે, તેમને ઈજા થઈ નથી.

ઘટનાસ્થળ પરથી સામે આવેલા ફોટા જોતા અંદાજો લગાવી શકાય કે આ એક્સિડન્ટ કેટલું મોટું છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે, કારની આગળનો સંપૂર્ણ હિસ્સો નષ્ટ થઈ ગયો છે. ઘટનાના સંબંધમાં રાયગઢ પોલીસ અધિક્ષક અનિલ પારાસ્કરે જણાવ્યું હતું કે, દુર્ઘટના મુંબઈથી આશરે 60 કિમી દૂર ખાલાપુરની પાસે આશરે બપોરે સાડા ત્રણ વાગ્યે થઈ હતી. શબાના આઝમી જે કારમાં પ્રવાસ કરી રહ્યા હતા, તેનું ટ્રક સાથે એક્સિડન્ટ થયું હતું.

હાલમાં જ શબનાના હસબન્ડ જાવેદ અખ્તરે 17 જાન્યુઆરીએ પોતાનો 75મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેમણે પોતાનો બર્થડે ખૂબ જ સ્પેશિયલરીતે એન્જોય કર્યો હતો. તેમણે બે પાર્ટી હોસ્ટ કરી હતી. એક પાર્ટી 16 જાન્યુઆરીની રાતે, જ્યારે બીજી પાર્ટી 17 જાન્યુઆરીની રાત્રે રાખવામાં આવી હતી.

પહેલી પાર્ટીમાં તેમણે જુના દિવસોને યાદ કરતા રેટ્રો થીમ પાર્ટી આપી હતી. જ્યારે બીજી પાર્ટી મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં આપવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવુડના તમામ મોટા સ્ટાર્સ આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp