ગુજરાતી ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજે આ કારણે પોલીસ ફરિયાદ

PC: dainikbhaskar.com

સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવીને લોકોને બદનામ કરવામાં આવતા હોવાની ફરિયાદો સાયબર ક્રાઈમમાં અવાર-નવાર તેનો ભોગ બનનારાઓ દ્વારા કરવામાં આવતી જ હોય છે, ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે તેના નામનું કોઈ અજાણ્યા ઇસમે ફેસબુક અકાઉન્ટ બનાવ્યું હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી છે.

જીગ્નેશ કવિરાજે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, કોઈ અજાણ્યા ઇસમે તેના નામનું ફેસબુક અકાઉન્ટ બનાવીને તેમાં તેના ફોટાઓ પણ અપ્લોડ કર્યા છે. અજાણ્યો ઇસમ આ અકાઉન્ટમાંથી ફેન વર્ગની સાથે ચેટીંગ કરીને વાતચીત પણ કરે છે અને સ્ટેટસમાં મુકે છે કે, નવા સોંગ માટે હિરોઈન જોઈએ છે, જેને પણ મારી સાથે કામ કરવું હોય તે મને ફેસબુકમાં મેસેજ કરે અને ફોટાઓ મોકલે. સાયબર ક્રાઈમ પોલીસે જીગ્નેશ કવિરાજની ફરીયાદ લઇને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ કવિરાજ હાથમાં છે વ્હીસ્કી સોંગ આવ્યા પછી હિટ થયો હતો. ત્યારબાદ ઘણા ગુજરાતી ગીતો જીગ્નેશ કવિરાજે ગાયા છે અને તેમાં એક્ટર તરીકેનો રોલ પણ તેણે નિભાવ્યો છે. જીગ્નેશ કવિરાજ ગાયકની સાથે સાથે સારો એક્ટર પણ છે. જીગ્નેશ કવિરાજના હાથમાં છે વ્હીસ્કી સોંગને અત્યાર સુધીમાં 115,693,749 લોકોએ જોયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp