BB13: શું બંધ થઈ જશે સલમાનનો શો? કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય

PC: static.spotboye.com

ટીવીનો સૌથી વિવાદિત અને ચર્ચિત રિઆલિટી ટીવી શો બિગ બોસ તેની દરેક સીઝનને કારણે વિવાદોમાં ફસાઈ જ છે. જોકે, તેની દરેક સીઝન સફળતાપૂર્વક ખતમ પણ થઈ જાય છે. પણ આ વખતે શો ઉપર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે બિગ બોસને બેન કરવાનું વિચારી રહ્યા છે. મંત્રાલયે શોને બેન કરવાનો નિર્ણય કરી લીધો છે.

અમુક દિવસ પહેલા જ ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પત્ર લખીને સરકારને બિગ બોસ દ્વારા અશ્લીલતા ફેલાવી રહ્યાની ફરિયાદ કરી હતી. ધારાસભ્યએ શોને બેન કરવાની માંગ કરી હતી. ત્યાર પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહેલું કે, અમને એક અઠવાડિયામાં શોથી જોડાયેલી રિપોર્ટ મળી જશે. ત્યાર પછી ક્લિઅર થઈ જશે કે, શોમાં શું દર્શાવાય રહ્યું છે. ત્યાર પછી અમે નિર્ણય લેશું. રિપોર્ટ અનુસાર સૂચના અને પ્રસારણ મંત્રી શોને બેન કરવાનો નિર્ણય લઈ શકે છે.

સરકારે જણાવ્યું કે, અમારી તપાસમાં ખબર પડ્યું છે કે, શોમાં શાલીનતાની સીમાને ક્રોસ કરવામાં આવી છે. આ શો નકારાત્મક કન્ટેન્ટ દેખાડી રહ્યું છે. શોના સ્પર્ધકો એકબીજા પર અશ્લીલતાથી જોડાયેલી ટિપ્પણી કરતા હોય છે. જે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ છે. આ કોઈ સામાન્ય રિઆલિટી શો  નથી. આ મુદ્દે મંત્રાલય સખ્તાઈથી તપાસ કરી રહી છે.

આ પહેલા પણ બિગ બોસના વિરોધમાં કરણી સેનાએ કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો હતો. કરણી સેનાએ પ્રકાશ જાવડેકરને કલર્સ ટીવી પર ચાલી રહેલા શોને તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. તેમના મતે શો લવ જિહાદને પ્રમોટ કરી રહ્યો છે.

તેમણે કહેલું કે, શોમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બિગ બોસથી આપણા દેશની જૂની પરંપરાગત, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો છીનવાઇ રહ્યા છે. TRP અને નફાની લાલચમાં બિગ બોસ દ્વારા સામાજિક સંવાદિતાને કલંકિત કરવામાં આવી રહી છે. ભારત જેવા વૈવિધ્યસભર સંસ્કૃતિવાળા દેશમાં આવા કૃત્યોની મંજૂરી આપી શકાતી નથી. શોમાં એટલી બધી અશ્લિલતા છે કે પરિવાર સાથે બેસીને જોઈ શકે નહિ. શો હિંદુ પરંપરાને ટીવી પર અપમાન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp