‘હેરા ફેરી 3’માં ફરી એકવાર ધમાલ મચાવવા સાથે આવી રહ્યા છે અક્ષય-સુનીલ-પરેશ

PC: hindustantimes.com

બોલિવુડના માચો મેન સુનીલ શેટ્ટીનું કહેવું છે કે, તે ‘હેરા ફેરી 3’માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સાથે કામ કરવા જઈ રહ્યો છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડીવાળી ફિલ્મ ‘હેરા ફેરી’ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ત્યારબાદ આ ફિલ્મની સીક્વલ ‘ફિર હેરા ફેરી’ બનાવવામાં આવી, જેને પણ દર્શકોએ પસંદ કરી છે. ફિલ્મનો ત્રીજા પાર્ટ બનાવવા માટે ઘણા સમયથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાત બનતી ન હતી. સુનીલ શેટ્ટીએ કન્ફર્મ કર્યું છે કે, ‘હેરા ફેરી 3’ બનશે અને તે પ્રોસેસમાં છે.

સુનીલ શેટ્ટીને ‘હેરા ફેરી 3’ વિશે પૂછતા તેણે કહ્યું હતું કે, ‘હેરા ફેરી 3’ બનશે અને તે પ્રોસેસમાં છે. આ ફિલ્મ જરૂરથી બનશે. ‘હેરા ફેરી 3’ અમે ત્રણેય (સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ)ની સાથે જ બનશે, કારણ કે અમને ત્રણેયને તેમાં રસ પણ છે. કેટલીક સમસ્યાઓ હતી, જે હવે ધીમે-ધીમે દૂર થઈ રહી છે.

ચર્ચા હતી કે, ‘હેરા ફેરી 3’માં અક્ષય કુમાર નહીં હશે અને તેની જગ્યાએ જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન ફિલ્મનો હિસ્સો બનશે. પરંતુ, હવે સુનીલ શેટ્ટીએ નિવેદન આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે, અક્ષય પણ આ ફિલ્મનો હિસ્સો હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp