પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ થઇ આ બોલિવુડની અભિનેત્રી

PC: geo.tv/

ગૂગલ ઈન્ડિયાએ એક લિસ્ટ બહાર પાડી છે. જેમાં 2019માં સૌથી વધારે સર્ચ કરનારા સેલેબ્સના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં સૌથી વધારે જેમનું નામ સર્ચ કરવામાં આવ્યું તેમાં અભિનંદન વર્ધમાન મોખરે છે. આ ઉપરાંત તેમાં લતા મંગેશકર, રાનૂ મોંડાલ, વિક્કી કૌશલનું નામ આવે છે.

હવે ગૂગલે પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરનારી પર્સનાલિટીની લિસ્ટ બહાર પાડી છે. જેમાં ભારતીય યંગ સ્ટાર સારા અલી ખાનનો પણ સમાવેશ થાય છે. સારા અલી ખાન પાકિસ્તાનની સર્ચિંગ લિસ્ટમાં 6ઠ્ઠા ક્રમે છે. સારા ભારતની પોપ્યુલર યંગ સ્ટાર છે. જેણે માત્ર એક વર્ષમાં પોતાનું સારું એવું નામ બનાવી લીધું છે. હવે પાકિસ્તાનની સર્ચ લિસ્ટ જોયા બાદ કહી શકાય કે સારાએ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની સારી છાપ ઊભી કરી છે. ભારતની બહાર પણ તે ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.

સારા અલી ખાન બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનની દીકરી છે. સારાએ ફિલ્મ ‘કેદારનાથ’ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ સારા રણવીર સિંહ સાથે ‘સિમ્બા’માં જોવા મળી હતી. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.

હવે સારા વરુણ ધવન સાથે ‘કુલી નંબર 1’ ની રિમેકમાં જોવા મળશે. ત્યાર બાદ સારા કાર્તિક આર્યનની સાથે લવ સ્ટોરી ‘આજકલ’માં જોવા મળશે. જેનું નિર્દેશન ઈમ્તિઆઝ અલીએ કર્યું છે.

પાકિસ્તાનની આ લિસ્ટમાં વિંગ કમાન્ડર અભિનંદનનું નામ પણ સામેલ છે. તેઓ પાકિસ્તાનની આ લિસ્ટમાં 9માં ક્રમે રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp