કપિલ શર્મા શૉ પર સંજુબાબાએ ખોલ્યું રહસ્યઃ આ કારણે પિતા બેલ્ટથી મારતા હતા

PC: youtube.com

ફિલ્મનિર્માતા આશુતોષ ગોવારિકરની નવી ઐતિહાસિક ફિલ્મ 'પાણીપત' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મ અભિનેતા સંજય દત્ત અને કૃતિ સેનન જાણીતા કોમેડી શૉ કપિલ શર્માના મહેમાન બન્યા હતા. આ કોમેડી શૉમાં સંજય દત્તે પોતાના બાળપણના કેટલાકર રહસ્યો સામે સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન કૃતિ અને ફિલ્મનિર્માતા આશુતોષ ગોવારીકરે કપિલના પ્રશ્નોના જવાબ આપ્યા અને ખૂબ મસ્તી કરી હતી. કૃતિએ ફિલ્મના ગીત પરથી શૉમાં એન્ટ્રી કરી હતી.

સંજય દત્તે પોતાના બાળપણના સ્મરણ વાગોળતા કહ્યું હતું કે, તે પોતાના એસાઈમેન્ટ પર પેરેન્ટસની સહી કરી દેતા હતા. જેથી ટીચરને ખ્યાલ ન આવે. આ ઉપરાંત પોતાના પેરેન્ટ્સને સારું દેખાડવા માટે ટીચરની ખોટી સહી પણ કરી નાંખતા હતા. સંજુબાબાએ ઉમેર્યું હતું કે, તે પોતે પણ અભ્યાસમાં નબળા રહ્યા હતા. જ્યારે તેઓ ભણતા ન હતા ત્યારે પટ્ટાથી તેમના મારતા હતા. જ્યારે તેમની માતા સેલ્ડલથી એમની ધોલાઈ કરતી હતી. ફિલ્મ 'પાનીપત'માં તેઓ એક વિલનના રોલમાં છે. આ સિવાય પણ સંજુબાબા પાસે બીજા પણ પ્રોજેક્ટ છે. જેમાં 'ટોરબાજ', 'શમશેરા' અને 'સડક 2' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ફિલ્મ 'સડક 2'ના પ્રોજેક્ટમાં એક લાંબા સમય બાદ પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ સાથે જોડાશે. આ સિવાય 'ભૂજઃપ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં અજય દેવગન, સોનાક્ષી સિન્હા અને પરિણિતી ચોપરા સાથે જેવા કલાકારો સાથે જોવા મળશે. જોકે, આ જ ફિલ્મમાં સાઉથના સ્ટાર રાણા દુગ્ગુબત્તી પણ એક મોટો રોલ પ્લે કરી રહ્યા છે. જ્યારે કૃતિ 'મીમી','ફર્જી' અને 'લુક્કા છુપ્પી 2' જેવી મોટા બજેટની ફિલ્મમાં એક નવા અવતારમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp