સલમાન ખાને ઊઠાવ્યો હતો સરોજ ખાનની સારવારનો ખર્ચ, દીકરીએ કહી આ વાત

PC: ibtimes.co.in

બોલિવુડ માટે આ વર્ષ 2020 ઘાત બનીને બેઠું હોય એ રીતે મોટા કલાકારો કાયમી વિદાય લઈ રહ્યા છે. રીશિ કપૂરથી શરૂ થયેલો આ સિલસિલો હજું યથાવત રહ્યો છે. શુક્રવારે બોલિવુડના જાણીતા કોર્યોગ્રાફર સરોજ ખાને વસમી વિદાય લીધી. એમની આવી અણધારી વિદાયથી બોલિવુડના અનેક કલાકારોને મોટો શોક લાગ્યો છે. સરોજ ખાનના દીકરી સુકૈનાએ જણાવ્યું હતું કે, જ્યારે સરોજ ખાન કામ પૂર્ણ થઈ જતું ત્યાર બાદ સલમાન ખાન સતત એની કેર કરી રહ્યા હતા.

જ્યારે સરોજ ખાનને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા ત્યારથી એનો ખર્ચો સલમાન ખાન ઊઠાવી રહ્યો હતો. આ સિવાય સુકૈનાએ ઉમેર્યું હતું કે, સલમાન ખાને દીકરાની હાર્ટ સર્જરી કરવા માટે મદદ કરી હતી. સરોજ ખાનના નિધન બાદ સુકૈનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સલમાન ખાન એમના પરિવારની મદદ માટે અંતિમ સમય સુધી એક સહારો બનીને ઊભા રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સલમાન ખાન સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. ગત વર્ષે દીકરાની હાર્ટ સર્જરી કરાવવામાં પણ મદદ કરી હતી. કેરળમાં એમની સર્જરી કરવામાં આવી હતી. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડી છે તો સલમાન ખાન એની પડખે ઊભા રહ્યા છે.

એક વખત જ્યારે સરોજ ખાન નમાજ અદા કરીને ઊભા થયા ત્યારે તેમણે કહ્યું હતું કે, સલમાન ખાનની ખુશી માટે પ્રાર્થના કરી રહી હતી. થોડા સમય પહેલા એવું પણ જાણવા મળ્યું હતું કે, સરોજ ખાને ગુસ્સામાં આવીને સલમાન ખાનને ન કહેવાનું કહી સંભળાવ્યું હતું. પણ ખરેખર તો સરોજ ખાને મદદ માટે સલમાન ખાનને ફોન કર્યો હતો. પણ સલમાન ખાને સરોજ ખાનનો ફોન ઉપાડવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. સલમાનની આ હરકતને કારણે સરોજ ખાન સલમાનથી નિરાશ રહ્યા હતા. ત્રણ વખત નેશનલ એવોર્ડ વિજેતા કોર્યોગ્રાફર સરોજ ખાનની બ્રાંદ્રામાં આવેલી ગુરૂ નાનક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે હ્દયરોગના હુમલાથી એમનું નિધન થયું હતું. તેઓ મૂળ હિન્દુ પરિવારમાંથી હતા અને એમનું સાચું નામ નિર્મલા નાગપાલ હતું. ત્રણ વર્ષની ઉંમરે તેમણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી ફિલ્મ 'નજરાના'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp