રેખાનો આરોપ, કમલ હાસને જબરદસ્તી કરી હતી કિસ, ઉઠી માફીની માગ

PC: toiimg.com

એક્ટ્રેસ રેખાનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રેખા કમલ હસન સાથે ફિલ્મ 'Punnagai Mannan'ના કિસિંગ સીન વિશે વાત કરી રહી છે. વીડિયોમાં રેખા કહી રહી છે કે, આ સીન તેને જાણકારી આપ્યા વિના જ શૂટ કરાયો હતો.

વીડિયોમાં સાઉથ એક્ટ્રેસ રેખા કહી રહી છે કે, આ કિસિંગ સીન મને જાણ કર્યા વિના જ શૂટ કરાયો હતો. સુરેશ કૃષ્ણા અને વસંથ આ ફિલ્મના અસોસિએટ ડિરેક્ટર્સ હતા. મેં તેમને કહ્યું હતું કે, આ સીન વિશે મને નહોતી ખબર. તેમણે મને કહ્યું કે, એવું વિચાર કે કોઈ બિગ કિંગ એક નાનકડા બાળકને કિસ કરી રહ્યો છે.

રેખાએ કહ્યું હતું કે, કોઈ તેની વાત પર વિશ્વાસ ના કરતે, જો તે કહેતે કે ફિલ્મમાં જે સીન હતો તેના વિશે તેને ખબર જ નહોતી. માત્ર કમલ અને યૂનિટને જ તેના વિશે ખબર હતી. બાલચંદ્ર સર રહ્યા નથી. જ્યારે રેખાને પૂછવામાં આવ્યું કે, ફિલ્મના મેકર્સ અને કમલે તેની માફી માગી? તો તેના જવાબમાં રેખાએ કહ્યું હતું કે, એ શા માટે માફી માગશે. ફિલ્મ સુપરહિટ હતી. ત્યારબાદ મને ઘણી ફિલ્મો મળી. મને માફીનું તો ખબર નથી, પરંતુ આ એક સત્ય છે કે તે સમયે કિસ કરવા માટે મેં હાં નહોતી પાડી. તેમણે બસ અચાનક સીન શૂટ કરી લીધો. હવે તે બધુ પૂર્ણ થઈ ગયું અને હું તેને ફરીથી જોવા નથી માગતી.

જણાવી દઈએ કે, રેખા જ્યારે ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે તે માત્ર 16 વર્ષની હતી. રેખાએ વધુમાં કહ્યું હતું કે, જોકે આ કિસ ફિલ્મમાં ખરાબ ના લાગી. આ સીન ફિલ્મમાં જરૂરી હતો. જે પણ થવાનું હતું એ થઈ ગયું.

'Punnaigai Mannan' ફિલ્મ 30 વર્ષ પહેલા રીલિઝ થઈ હતી. ફિલ્મના ડિરેક્ટર બાલચંદ્રનું 2014માં મોત થઈ ગયું. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર આ સીનને લઈને લોકો કમલ હસન પાસે માફીની માગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp