અભિનેત્રી પાયલ રોહતગીને રાજસ્થાન પોલીસ અમદાવાદથી અરેસ્ટ કરી લઈ ગઈ

PC: bollywoodhungama.in/

બિગ બોસથી ફેમસ બનેલી પાયલ રોહતગીની રાજસ્થાન પોલીસે આજે ધરપકડ કરી છે. પાયલની ટીમે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. પાયલે થોડા સમય પહેલા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિવાદિત વીડિયો શેર કર્યો હતો, ત્યાર બાદ રાજસ્થાન પોલીસે કાર્યવાહી કરી હતી. રિપોર્ટ મુજબ પોલીસે તેને અમદાવાદથી ધરપકડમાં લીધી હતી. થોડા સમય પહેલા યુથ કોંગ્રેસના નેતા ચર્મેશ શર્મા દ્વારા પાયલ રોહતગી સામે આ નિવેદનનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં અભિનેત્રી પાયલ પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

રાજસ્થાનના બુંદીના SP મમતા ગુપ્તાએ કહ્યું હતું કે, પાયલ રોહતગીની ધરપકડ કરવામાં આવી છે. કેસ નોંધવામાં આવ્યો છે. પાયલ રોહતગીએ ટ્વીટ પર તેની ધરપકડનો દાવો કર્યો હતો. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'મોતીલાલ નેહરુ પર એક વીડિયો શેર કરવા બદલ મારી રાજસ્થાન પોલીસે ધરપકડ કરી  છે, જે મેં ગુગલની માહિતી સાથે બનાવ્યો હતો. અભિવ્યક્તિની આઝાદી મજાક છે. આ ટ્વીટમાં તેણે રાજસ્થાન પોલીસ, PMO, ગૃહ મંત્રાલયના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટને પણ ટેગ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાયલ રોહતગી પર આરોપ છે કે, તેણે સ્વતંત્રતા સેનાની પંડિત મોતીલાલ નેહરુના પરિવારની મહિલાઓ અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીને લઇને અભદ્ર ટિપ્પણી કરી હતી. પાયલ વિરુદ્ધ IT અધિનિયમની ધારા-66 અને ધારા-67 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેણે આ વીડિયો 21 સપ્ટેમ્બરના રોજ અપલોડ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp