NCBની તપાસની વચ્ચે કરણ જોહરે કહ્યું કે, મારા ઘરે ડ્રગ્સ પાર્ટી નથી થઇ

PC: i1.wp.com

NCBની તપાસની વચ્ચે કરણ જોહરે કહ્યું કે મારા ઘરે ડ્રગ્સ પાર્ટી નહોતી થઇ. મારા પર લાગેલા આરોપો ખોટા છે. કરણ જોહરે કહ્યું કે, ક્ષિતિજ રવિ પ્રસાદ અને અનુભવ ચોપડાનો ધર્મા પ્રોડક્શન સાથે કોઇ સંબંધ નથી.

કરણ જોહરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમુક ન્યૂઝ ચેનલો, પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોટી રિપોર્ટિંગ કરી રહ્યા છે કે એક પાર્ટીમાં નારકોટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મેં એટલે કે કરણ જોહરે 28 જુલાઇ 2019ના રોજ પોતાના ઘરે હોસ્ટ કરી હતી. આ બાબતે હું મારો પક્ષ પહેલાથી જ વર્ષ 2019માં રજૂ કરી ચૂક્યો છું કે બધાં આરોપો ખોટા હતા.

તેમણે કહ્યું કે, આ સમયે ચાલી રહેલા દુર્ભાવનાપૂર્ણ કેમ્પેનને જોતા હું ફરી એકવાર ક્લિઅર કરવા માગુ છું કે બધા આરોપો પાયા વિનાના છે. કરણ જોહરે ભાર આપતા કહ્યું કે, હું ડ્રગ્સ લેતો નથી અને ન તો હું કોઈપણ પ્રકારની બાબતને પ્રોત્સાહન આપું છું.

કરણ જોહરે કહ્યું કે, ક્ષિતિજ રવિ પ્રસાદ અને અનુભવ ચોપડા ન તો મારા નજીકના છે અને ન હું વ્યક્તિગત રીતે તેમને જાણું છું. ન તો હું કે મારું ધર્મા પ્રોડક્શન આ વાત માટે જવાબદાર છે કે કોઈ વ્યક્તિ તેના અંગત જીવનમાં શું કરે છે.

જણાવી દઇએ કે, NCBના અધિકારીઓએ ધર્મા પ્રોડક્શનના કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રવિ પ્રસાદને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં પૂછપરછ થઇ રહી છે. ધર્મા પ્રોડક્શન કરણ જોહરની કંપની છે.

શુક્રવારે રાતે લગભગ 11 વાગ્યે NCBના સૂત્રોએ જણાવ્યું કે ક્ષિતિજ રવિ પ્રસાદને તપાસના સિલસિલામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ પોતાનું નિવેદન નોંધાવવા માટે શુક્રવારે NCBની ઓફિસમાં રજૂ થઇ હતી. સૂત્રો અનુસાર, કરિશ્મા પ્રકાશના વોટ્સએપ ચેટથી કોઈ ડી સાથે તેની વાતની જાણ થઇ અને કેન્દ્રીય એજન્સી જાણવા માગે છે કે આ વ્યક્તિ કોણ છે.

NCBએ સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી માદક પદાર્થ મામલામાં તપાસ શરૂ કરી હતી. હવે એજન્સીએ તેની તપાસનો દાયરો વધારી દીધો છે અને બોલિવુડના અમુક સિતારાઓને તપાસમાં સામેલ થવા માટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp