ગાવસ્કર વિવાદમાં કૂદી કંગના, બોલી- જ્યારે મને ગાળો અપાઇ ત્યારે અનુષ્કા ચૂપ હતી

PC: pinimg.com

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીના પ્રદર્શનને લઇ અનુષ્કા શર્મા પર ટિપ્પણી કરી હતી. ત્યાર પછી તેમની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી સુનીલ ગાવસ્કરના નિવેદન પર તીખી પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે. હવે આ પૂરા મામલામાં કંગના રણૌતે ઝંપલાવ્યું છે.

કંગનાએ ટ્વીટ કરતા કહ્યું કે, અનુષ્કા શર્મા ત્યારે ચૂપ રહી જ્યારે મને ધમકાવાઇ અને ગાળો આપવામાં આવી, પણ આજે તે પ્રકારની જ સ્થિતિનો તેણે પોતે સામનો કર્યો. હું એ વાતની નિંદા કરું છું કે સુનીલ ગાવસ્કરે તેને આ રીતે ક્રિકેટમાં ખેંચી, પણ માત્ર અમુક જ બાબતો પર ફેમિનિઝમ દેખાડવું પણ યોગ્ય નથી.

વાત એ છે કે, કંગના પર વિવાદિત ટિપ્પણી શિવસેનાના નેતા સંજય રાઉતે કરી હતી. કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી, ત્યાર પછી વિવાદ શરૂ થયો હતો. તે સમયે કંગના સતત શિવસેના પર નિશાનો સાધી રહી હતી. જેમાં સંજય રાઉત પણ કંગનાને વળતો જવાબ આપી રહ્યા હતા અને એવામાં તે કંગનાને વિવાદિત ટિપ્પણી કરી બેસેલા.

અનુષ્કા શર્માએ શું લખ્યું

અનુષ્કા શર્માએ લખ્યું, મિસ્ટર સુનિલ ગાવસ્કર તમારી આ ટિપ્પણી સારી લાગી નહીં. હું તમને જનાબ આપવા માગું છું. તમે મારા પતિ પર કટાક્ષ કરતા મારું નામ લીધું. હું એ જાણું છું કે તમે વર્ષોથી ક્રિકેટરોની અંગત જિંદગીનું સન્માન કર્યું છે. તમને નથી લાગતું હું પણ તેની હકદાર છું. તમે કોઈ અન્ય શબ્દના પ્રયોગ દ્વારા પણ મારા પતિના પ્રદર્શન પર નિશાનો સાધી શકતા હતા. પણ તમે મારું નામ લઇ લીધું, શું આ યોગ્ય છે?

અનુષ્કાએ આગળ લખ્યું, આ 2020 વર્ષ ચાલી રહ્યું છે અને મારા માટે આજે પણ બાબતો બદલાઇ નથી. મને હંમેશા ક્રિકેટમાં ખેંચી લેવામાં આવે છે. હું તમારું ખૂબ જ સન્માન કરું છું. તમે આ રમતના દિગ્ગજ છો. હું બસ તમને કહેવા માગું છું કે જ્યારે તમે મારુ નામ લીધું તો મને કેવું લાગ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp