કંગના રણૌત સામે ક્રિમિનલ કેસ નોંધાયો, ખેડૂતોને અપમાનિત કર્યાનો છે આરોપ

PC: tribuneindia.com

શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર સામેની તું..તું..મૈં..મૈં બાદ કંગના રણૌત સામે ક્રિમિનલ કેસ ફાઈલ થયો છે. કર્ણાટક રાજ્યના તુમકુરની એક કોર્ટમાં આ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. તેમની સામે ખેડૂતોનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દાખલ કરવામાં આવેલા દાવામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કંગનાએ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે ટ્વિટ કરીને તેમનું અપમાન કર્યું છે.

કૃષિ બિલને લઈને કંગનાએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં ખેડૂતોનું અપમાન થયું છે એવો દાવો કરાયો છે. આ ટ્વિટને લઈને ઘણી બધી જગ્યાએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. જોકે, પછીથી કંગનાએ સ્પષ્ટ કર્યું કે, મેં કોઈ ખેડૂતોનું અપમાન કર્યું નથી. કેન્દ્ર સરકારના કૃષિ બિલને લઈને દેશભરના અનેક રાજ્યમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. શુક્રવારે આ મુદ્દે પંજાબ તથા હરિયાણામાં પ્રચંડ વિરોધ સાથે રેલરોકો આંદોલન કરાયું હતું. તા.25 સપ્ટેમ્બરે ખેડૂતોએ એ બિલને લઈને ભારત બંધનું એલાન પણ કર્યું હતું. જોકે, તેને મિશ્રપ્રતિસાદ મળ્યો હતો. ખેડૂતો એવું માની રહ્યા છે કે, નવા બિલને કારણે ટેકાના ભાવ કાયમી ધોરણે બંધ થઈ જશે. પણ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સ્પષ્ટતા કરી છે કે, ટેકાના ભાવ અને આ બિલને કોઈ લેવાદેવા નથી. બીજી તરફ સિનિયર ખેલાડી સુનિલ ગવાસ્કરે અનુષ્કા શર્માને લઈને કરેલી ટીપ્પણી બદલ કંગનાએ એમની નિંદા કરી છે. આ સાથે એક્ટ્રેસ ઉપર પણ કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં એવું લખ્યું હતું કે, સિલેક્ટિવ ફેમિનિઝમ સારૂ નથી. મને જ્યારે ધમકાવવામાં આવતી અને હરાખોર કહેવામાં આવતી ત્યારે અનુષ્કા મૌન હતી. આ ઉપરાંત BMCને લઈને પ્રશ્નો કરતા તેમણે કહ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં BMC કાયમ આટલી ઝડપથી પગલાં ભરે છે? જેટલી ઝડપ કંગનાની ઓફિસ તોડતી વખતે કરવામાં આવી હતી.

 

બોમ્બે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે, કંગનાની સામે કાયદાકીય જોગવાઈ અંતર્ગત કાર્યવાહી કેમ ન કરવામાં આવી? જવાબ આપવા માટે કંગનાને પૂરતો સમય આપવામાં આવે. જોકે, શિવસેનાના મુખપત્રમાં ઉખાડ દીયા શીર્ષક હેઠળ આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લેખ તા.9 સપ્ટેમ્બરના રોજ કંગનાની ઓફિસ તોડ્યા બાદ પ્રકાશિક કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp