અજય દેવગન ગલવાન વેલીમાં થયેલી હિંસક ઝડપ પર ફિલ્મ બનાવશે

PC: toiimg.com

હાલમાં જ લદ્દાખની ગલવાન વેલીમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપના વિષય પર અજય દેવગન ફિલ્મ પ્રોડ્યૂસ કરવાની તૈયાર કરી રહ્યો છે. 15મી જૂને થયેલી આ હિંસક ઝડપમાં ચીનના સૈનિકો સામે લડતા ભારતના 20 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ફિલ્મના ટાઈટલ અને કાસ્ટ વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મ Ajay Devgn Films and Select Media Holdings LLP દ્વારા કો-પ્રોડ્યૂસ કરવામાં આવશે.

પૂર્વીય લદ્દાખમાં આવેલી ગલવાન વેલીમાં 15મી જૂને 20 ભારતીય સૈનિકોએ ચીનના સૈન્ય સાથે થયેલી હિંસક ઝડપમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. 45 વર્ષમાં ભારતીય સૈનિકો તેમજ ચીનના સૈનિકો વચ્ચે થયેલી આ પહેલી એવી હિંસક ઝડપ છે, જેમાં સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

અન્ય પ્રોજેક્ટની વાત કરીએ તો અજય દેવગન તેની વોર ફિલ્મ 'ભૂજ'ને રીલિઝ કરવા માટે એકદમ તૈયાર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ Disney+ Hotstar પર પ્રીમિયર કરવામાં આવશે. આ ફિલ્મને અભિષેક દૂધાણિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ 1971માં ભારત- પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, શ્રદ્ધા કેલકર, એમી વિર્ક અને પ્રનિથા સુભાષ પણ છે.

આ ફિલ્મમાં અજય દેવગન IAF સ્ક્વોર્ડન લીડર વિજય કાર્નિકનો રોલ પ્લે કરી રહ્યો છે, કે જે આ યુદ્ધ દરમિયાન ભૂજ એરપોર્ટના ઈનdચાર્જ હતા. હાલમાં જ યોજાયેલી વર્ચ્યુઅલ પ્રેસ મીટમાં અજય દેવગને કહ્યું હતું કે, આ ફિલ્મ સાચી સ્ટોરી પર આધારિત છે. આ આખી સ્ટોરી એક દિવસ અને એક રાતની છે. આ ફિલ્મમાં એવા સામાન્ય માણસોની પણ વાર્તા દર્શાવવામાં આવી છે, જેઓ 1971ની લડાઈ દરમિયાન આર્મ્ડ ફોર્સને મદદ કરવા માટે રાતોરાત રસ્તાનું નિર્માણ કરી દે છે. આપણી આવી શૌર્ય તેમજ મૂલ્યોથી ભરપૂર વધુ રિયલ સ્ટોરીઓ પર ફિલ્મ બનાવવાની જરૂર છે.

અગાઉ આ ફિલ્મ થિયેટર્સમાં 14 ઓગસ્ટ, 2020ના રોજ રીલિઝ કરવાનો પ્લાન હતો, પરંતુ કોરોના વાયરસ મહામારી અને તેને કારણે ચાલી રહેલા લોકડાઉન અને અનિશ્ચિતતાઓને કારણે તેને OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મની રીલિઝ ડેટ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp