શું ફોટોશોપ હતી દિશા અને આદિત્યની કિસ? આદિત્યએ આપ્યો આ જવાબ

PC: pinkvilla.com

બોક્સ ઓફિસ પર આદિત્ય રોય કપૂર અને દિશા પટનીની ફિલ્મ 'મલંગ' હિટ સાબિત થઈ છે. મોહિત સૂરી આ ફિલ્મની સાથે જ ફરી એકવાર આદિત્ય માટે લકી ચાર્મ સાબિત થયો છે, કારણ કે આદિત્ય લાંબા સમયથી એક હિટ ફિલ્મની તલાશમાં હતો અને આ પહેલા પણ આદિત્યની સોલો હિટ ફિલ્મ મોહિત સૂરીની સાથે ફિલ્મ 'આશિકી 2' હતી. આદિત્ય અને દિશાની ફિલ્મ 'મલંગ'નું પોસ્ટર પણ ફેન્સમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પોસ્ટરમાં આદિત્યના ખભા પર બેઠેલી દિશાએ રોમેન્ટિક કિસ શેર કરી હતી. હાલમાં જ આદિત્યએ આ પોસ્ટને લઈને વાત કરી હતી.

આદિત્યએ કહ્યું કે, તે એક ખૂબ જ ટ્રિકી પોઝ હતો. તેને અમે ખાસ સલાહ-સૂચનો બાદ પૂર્ણ કર્યો હતો. હું લોકોને કહી પણ રહ્યો છું કે, પ્લીઝ તેને ઘરે કે પછી અન્ય કોઈ જગ્યાએ પણ ટ્રાય ના કરો. ત્યારબાદ આ પોઝ સાથે જોડાયેલા મીમ્સ વાયરલ થવા માંડ્યા, જેનો મતલબ છે કે લોકો રસ લઈ રહ્યા હતા. જોકે, આ પોઝ કરવામાં ઘણો સમય લાગ્યો. આમા કોઈપણ પ્રકારનું ફોટોશોપ નથી.

તેણે વધુમાં કહ્યું હતું કે, આ પોઝીશનમાં લિફ્ટ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ દિશાને થેંક્સ કહેવા માંગુ છું, કારણ કે તે ખૂબ જ એથલેટિક છે અને અમે આ શોટને સારી રીતે પૂર્ણ કરવામાં સફળ રહ્યા. મને એવું લાગે છે કે, લોકોને તે પોસ્ટર ખૂબ જ ગમ્યું છે. તે ઈમેજ ક્યાંક ને ક્યાંક યુવા કપલની એનર્જી અને વાઈલ્ડ સાઈડને શો કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp