ગુજરાતમાં ધો 9ની પરીક્ષામાં પૂછાયો સવાલ-'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યુ?'

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું અમલ કરવામાં આવે છે પરંતુ બીજી તરફ શાળાઓના બાળકોને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે, તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધુ ગયો છે, તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસ વડાને લખો. આ પ્રકારનો સવાલ ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછવામાં આવતા વિવાદ થયો અને આ પ્રકારે જ ધોરણ 9ના વિદ્યાર્થીઓને પણ વિવાદાસ્પદ સાવાલ પૂછવામાં આવ્યો હતો કે, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું?

આ પ્રકારના પ્રશ્ન ગાંધીનગર જિલ્લાના માણસામાં આવેલી સુફલામ વિકાસ સંકુલના પેપરમાં પૂછવામાં આવ્યા હતા. સુફલામ વિદ્યા વિકાસ સંકુલમાં 11 ઓક્ટોબરના રોજ ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમયે પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવ્યા ત્યારે તેઓ પણ વિચારમાં મુકાઈ ગયા હતા કારણ કે, ધોરણ 9ના પેપરમાં સાવલા કરવામાં આવ્યો હતો કે, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું? અને ધોરણ 12ના પેપરમાં સવાલ કરવામાં આવ્યો હતો કે, તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે, તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસ વડાને લખો.

આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતા તેમને જણાવ્યું હતું કે, આ પ્રશ્ન પત્ર કોને કાઢ્યું છે, તે બાબતે તપાસ કરવાની સુચના આપી દેવામાં આવી છે.

તો બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ શાળામાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા નહીં પરંતુ ખાનજી પેપસેટર દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રશ્ન પત્ર ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારના પશ્ન પૂછવા તે યોગ્ય નથી અને આ પ્રકારના પ્રશ્નો કુમળા માનસના વિદ્યાર્થીઓના જ્ઞાન વધારો કરવાના બદલે દ્રિધા ઉત્પન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp