અમદાવાદમાં શાળાની દાદાગીરી, પ્રવાસમા ન આવનારા વિદ્યાર્થીના માર્ક પર પડશે અસર

PC: Youtube.com

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે સાથે અલગ-અલગ સ્થળોની માહિતી મળી રહે તે માટે શાળાના સંચાલકો દ્વારા ટૂરનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ટૂરના આયોજનને લઇને અમદવાદની એક શાળાની દાદાગીરી સામે આવી છે. શાળા દ્વારા પ્રવાસની જાણ કરવા બાબતે વિદ્યાર્થીઓના વાલીઓને મોકલવામાં આવેલા મેસેજમાં ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે, જે વિદ્યાર્થી પ્રવાસમાં નહીં આવે તો તેની અસર વિદ્યાર્થીના ઇન્ટરનલ માર્ક પર પડશે. શાળાના આ પ્રકારના વલણના કારણે વાલીઓને પણ ચિંતામાં મુકાવાનો વારો આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ગાયત્રી વિદ્યાલય દ્વારા 20 ડિસેમ્બરથી 23 ડીસેમ્બર સુધી એક પ્રવાસનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના પ્રવાસમાં શાળાના વિદ્યાથીઓને કચ્છ, અંજાર, ભુજ, માંડવી બીચ અને તેની આસપાસ રહેલા ફરવા સ્થળો પર લઇ જવામાં આવશે. આ પ્રવાસ માટે જવા માટે શાળા પ્રસાશન દ્વારા 1500 રૂપિયા એક વિદ્યાર્થીની ફી નક્કી કરવામાં આવી છે. શાળા દ્વારા આ પ્રવાસની માહિતી આપવા માટે વાલીઓને એક મેસેજ મોકલવામાં આવ્યો હતો.

ગાયત્રી વિદ્યાલય દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં સુચના લખવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ પ્રવાસમાં નહીં આવે તો તેની અસર તેમના ઇન્ટરનલ માર્ક પર થશે. આ લખાણની નીચે પ્રવાસની તમામ વિગતો દર્શાવવામાં આવી હતી. આ પ્રકારનો મેસેજ વાલીઓને મળતા તેઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે કે, તેઓ પોતાના બાળકને પ્રવાસમાં મોકલે કે ન મોકલે. કારણ કે વિદ્યાર્થીને પ્રવાસમાં નહીં મોકલવામાં આવે તો શાળા દ્વારા તેને ઇન્ટરનલ માર્ક ઓછા આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp