ગુજરાતમાં આચાર્યની બદલી રોકવા માટે વિદ્યાર્થીની જીદ, ધારાસભ્યને કરી રજૂઆત

PC: news18.com

વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંબંધોને લઈને અનેક વખત માઠા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં માર માર્યાથી લઈને શાળાઓના કારનામાઓ અંકિત થતા હોય છે. પરંતુ, ગુજરાતમાંથી જ એક એવી ઘટના સામે આવી છે કે, શિક્ષકોની બદલીના સમાચારથી એક આખો ક્લાસ રડી પડ્યો. સાબરકાંઠામાંથી આ ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકને એમની શાળા ન છોડવા માટે વિનંતી કરી રહ્યા છે. સરકારી શાળાઓના શિક્ષણને લગત સમાચાર મોટા ભાગે વિવાદીત રહ્યા હોય છે. એમાં આવી ઘટનાથી ગુણવત્તાયુક્ત શિક્ષણનું મુલ્ય સમજી શકાય છે. શાળામાંથી શિક્ષકની બદલી ન થયા એ માટે તેમણે ઘારાસભ્યોને પણ રજૂઆત કરી છે.

આ માટે વિદ્યાર્થીઓ હાથમાં માતાજીના ફોટા અને બેનર લઈને ઘારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ રજૂ કરેલા બેનરમાં લખ્યું હતું કે, અમારા આચાર્યની બદલી થશે તો અમે આત્મહત્યા કરી લઈશું. ગુજરાતના પ્રાંતિજ જિલ્લાના મૌછા પ્રાથમિક શાળામાં રહેલા આ વિદ્યાર્થીઓએ પોતાનો શિક્ષકપ્રેમ બતાવ્યો હતો. ગજેન્દ્રસિંહ પરમાર આ વિસ્તારના ધારાસભ્ય છે. જ્યારે આ વિદ્યાર્થીઓ એમના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ધારાસભ્યએ આવકાર્યા હતા. તેમની રજૂઆત પણ સાંભળી હતી. વિદ્યાર્થીઓએ ધારાસભ્યોને કહ્યું હતું કે, જો આચાર્ય શાળામાંથી જશે તો તેઓ અભ્યાસ પણ છોડી દેશે.

શાળાના શિક્ષકને લઈને દરેક વિદ્યાર્થીઓએ પોસ્ટર તૈયાર કર્યા હતા. જેમાં શાળામાંથી શિક્ષક ન જાય એવી અપીલ કરી હતી. બદલીના નિર્ણય સામે વિદ્યાર્થીઓની ગાંધીગીરી જોવા મળી હતી. ધારાસભ્યની મદદથી આ નિર્ણય સામે મદદ કરવા માટે વિદ્યાર્થીઓએ વિનંતી કરી હતી. જેની સામે ધારાસભ્યોએ પણ શિક્ષકના બદલીના મુદ્દે ખાતરી આપી હતી. એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, બદલી અટકાવવી વિદ્યાર્થીઓના હાથમાં નથી. અને સત્તા પણ નથી. છતાં અમારા શિક્ષકની બદલી ન થાય એ માટે અપીલ કરીએ છીએ. હકીકતમાં બાળકોને શિક્ષકોની પ્રણાલી અને વર્તણૂંક પસંદ આવી હતી. આ ઉપરાંત શિક્ષણ અંગે પણ પ્રેરણા મળતા બાળકોને શિક્ષક પ્રત્યે આદરભાવ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp