સરકારી શાળાની બિલ્ડીંગ ન હોવાથી, રેલવેકર્મીઓએ ટ્રેન કોચને બનાવી દીધો ક્લાસરુમ

PC: toiimg.com

બાળકોનું શાળા પ્રત્યે આકર્ષણ વધે અને બાળકો શાળાએ આવે એ માટે સરકાર અનેકો પ્રયત્નો કરે છે. બાળકો માટે શાળાની દિવાલને રંગામાં આવે છે. જેથી બાળકોની ભણવામાં રુચી વધે. ઘણા સ્થળોએ તો શાળાના ક્લાસરુમને ટ્રેન કોચ તરીકે બદલી દેવામાં આવે છે જેથી બાળકોને લાગે કે તેઓ ખરેખર ટ્રેનના કોચમાં જ ભણી રહ્યા છે.

પણ કર્ણાટકના મૈસૂરના વિદ્યાર્થીઓ ખરેખર ટ્રેન કોચમાં જ ભણી રહ્યા છે. જેનો શ્રેય દક્ષિણ-પશ્ચિમ રેલવેના કર્મચારીઓને જાય છે. રેલવે કર્મચારીઓએ 2 ટ્રેન કોચને ક્લાસરુમમાં ફેરવી દીધા છે. ત્યારબાદ આ ક્વારૂમ રૂપી ટ્રેન કોચને રેલવે કોલોની પ્રાથમિક વિદ્યાલય મૈસૂરને દાન કરી દેવામાં આવ્યા છે.

ટ્રેન કોચનું નામ ‘નલી કલી’ રાખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે ખુશીથી શીખવું. આ ક્લાસરૂમનું ઉદ્ધઘાટન ગયા અઠવાડિયે જ કરવામાં આવ્યું છે. રેલવે કોચને નવો કલર કરવામાં આવ્યો છે અને પંખા લાવવામાં આવ્યા છે. આ કોચને ક્લાસરૂમ બનાવવાનો ફાળો પી શ્રીનિવાસૂ અને તેમના સાથીઓને જાય છે.

તેમનું કહેવું છે કે, આ રેલવે કોચને ક્લાસરુમ બનાવવામાં 50 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. જે દરેકનો સામૂહિક પ્રયાસ છે. આ કામને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી હેઠળ કરવામાં આવ્યું છે. આ ક્લાસરૂમ જે બાળકો માટે બનાવવામાં આવ્યું છે, તેઓ ગરીબી રેખાની નીચેના પરિવારોથી આવે છે.

20 વર્ષોથી એક વર્કશોપમાં ભણી રહ્યા હતા વિદ્યાર્થીઓઃ

જણાવી દઈએ કે, સરકારી સ્કૂલો પાસે કોઈ બિલ્ડીંગ નહોતી. જેને કારણે વિદ્યાર્થીઓ પાછલા 20 વર્ષોથી એક વર્કશોપમાં ભણી રહ્યા હતા. એક રેલવે કર્મચારીએ જણાવ્યું કે, ક્લાસરૂમથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન  મળશે. કોચને ક્લાસરૂમ બનાવવા માટે પંખા અને લાઈટની સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓમાં ભણવાનો માહોલ બને. તે સિવાય કોચમાં બે બાયો ટૉયલેટ પણ બનાવવામાં આવ્યા છે. એક રેલવે કોચમાં ટીચિંગ એડની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં 4થા અને 5માં ધોરણના વિદ્યાર્થીઓ ભણશે. તેના સિવાય એક કોચમાં વિદ્યાર્થીને એક્ટિવિટી પણ કરાવવામાં આવશે. કોચના બહારના ભાગને ઈકોલોજિકલ થીમને આધારે પેન્ટ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp