નિત્યાનંદ કાંડઃ DPSના સંચાલિકા મંજુલા શ્રોફને કોર્ટથી મોટો ફટકો

PC: Khabarchhe.com

અમદાવાદની કોર્ટ દ્વારા ડીપીએસના સંચાલક મંજુલા શ્રોફ, અનિતા દુઆ અને હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન 150 પાનાના દસ્તાવેજોની નકલ સરકારી વકીલ કોર્ટમાં રજૂ એવી દલીલ કરી હતી કે, આરોપીઓ વગદાર છે અને તેમણે સંખ્યાબંધ બોગસ દસ્તાવેજ ઉભા કર્યા છે. આરોપીઓને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર પડે તેમ છે તેથી જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષે આ મામલે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો 9મી પર મુલતવી રાખ્યો છે. 

સંચાલક મંજુલા શ્રોફ અને હિતેન વસંત તથા અનિતા દુઆએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, કોઇ ગુનાઇત ઇતિહાસ ધરાવતા નથી, ધરપકડ થાય તો સમાજમાં બદનામી થાય તેમ છે. તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ. જો કે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી રજૂઆત કરી હતી કે, જે એનઓસી રજૂ કરી પરવાનગી લીધી તેની તપાસ કરતા તે લોક નિવારણ કેન્દ્રનો પત્ર ક્રમાંક છે. ત્રણે આરોપીઓએ બોગસ એનઓસી બનાવી સીબીએસઇમાં મોકલી પરવાનગી લીધી હતી.

હજુ નકલી એનઓસી આરોપીઓ પાસે છે અને તે તપાસના માટે મેળવી એફએસએલમાં મોકલી આપવાની છે. જે આરોપીઓની હાજરી વગર શક્ય નથી. આ એનઓસી મંજુલા શ્રોફ અને હિતેન વસંતે બનાવી હતી અને અનિતા દુઆએ રજૂ કરી હતી તેથી ત્રણેની કેસમાં મહત્ત્વપૂર્ણ સંડોવણી છે. આરોપીઓએ સંખ્યાબંધ બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી આરોપીઓ સામે પ્રથમદર્શનીય કેસ બને છે. આરોપી વગદાર છે અને આવા આરોપીઓને જામીન આપવામાં આવે તો તપાસમાં વિક્ષેપ ઉભો કરે અથવા સાક્ષી ફોડે તેવી પુરેપુરી શક્યતાઓ છે ત્યારે આરોપીઓને જામીન ન આપવા જોઇએ.

--------

ડોનેશન અને ફી ખોટી રીતે ઉઘરાવ્યા- સરકાર

સરકાર તરફે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી રીતે સીબીએસસીની પરવાનગી લઇ આરોપીઓએ ઘણા સમયથી વિદ્યાર્થિઓ પાસેથી ખોટી રીતે લાખોના ડોનેશન અને ફી ઉઘરાવી છે. હવે માન્યતા રદ થતા સ્કૂલ સરકારને ચલાવવાની ફરજ પડી છે. આમ કરોડો રૂપિયા આરોપીઓએ ઉઘરાવ્યા અને હવે ભણાવવાની જવાબદારી સરકારની? સીબીએસસી બોર્ડે આપેલી નોટિસમાં પણ આરોપીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યાનું ફલિત થાય છે. આરોપીઓના આવા કૃત્યને કારણે 850 વિદ્યાર્થિઓનું ભાવી જોખમાયું છે ત્યારે જામીન ન આપવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp