આ રાજ્યમાં દરેક ડિગ્રી કોલેજોમાં મોબાઈલ પર બેન, જામર લગાવવાની પણ તૈયારી

PC: rajyasameeksha.com

આ રાજ્યમાં ટૂંક સમયમાં જ મોબાઈલના વપરાશ પર બેન લગાવી દેવામાં આવશે. ઉચ્ચ શિક્ષા મંત્રીને તેની કવાયત શરૂ પણ કરી દીધી છે. નવા વર્ષ પર વિદ્યાર્થીઓ ક્લાસમાં એકાગ્રતા વધારે તે હેતુથી મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધનો આદેશ ટૂંક સમયમાં આવશે.

ઉત્તરાખંડ સરકારે આ નિર્ણય લીધો છે કે દરેક ડિગ્રી કોલેજોમાં મોબાઈલના વપરાશ પર બેન લગાડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ક્લાસમાં  મોબાઈલના સ્થાને ભણવા પર વધુ ધ્યાન આપી શકે. ઉત્તરાખંડના ઉચ્ચ શિક્ષા મંત્રી ડૉ.ધન સિંહ રાવતે કહ્યું કે, ભવિષ્યમાં જરૂરત પડશે તો તેઓ દરેક કોલેડોમાં ઓછી રેન્જના જામર પણ લગાવી શકે છે. તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં ડિગ્રી કોલેજોમાં ભણાવવા માટે વર્તમાનમાં શિક્ષણ-વિદ્યાર્થીઓનું પ્રમાણ 1:42નું છે. રાજ્યમાં હાલમાં 2200 પદ પર શિક્ષકો છે. આ પ્રમાણને 1:30 કરવા માટે રાજ્યમાં 800 પદ ઊભા કરવામાં આવશે. તેના માટે કેબિનેટમાં જલદી પ્રસ્તાવ લાવવામાં આવશે.

રાજ્યની NIT કે ગઢ઼વાલ કેન્દ્રીય વિવિમાં સાઈબર સિક્યોરિટી એન્ડ ઈન્ટરનેટ ઓફ થિંગ્સની લેબ પણ બનશે. આ માટે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જો આમાં સફળતા મળશે તો ઈઝરાયલ બાદ આ રીતની દેશની પહેલી અને દુનિયાની બીજી લેબ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp