ગુજરાતના વાલીઓને ફી અંગે આ મોટી રાહત મળી શકે છે

PC: thehindu.com

સ્કૂલોની દાદાગીરી તથા ધમકીઓની વચ્ચે દેશના એક રાજ્યની સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓને એક મોટી રાહત આપી છે. આ રાહતની સાથે જ રાજ્યના સ્કૂલોએ એક મિશાલ રજૂ કરી છે. ગુજરાતમાં અમુક સ્કૂલોના બાળકોના વાલીઓ માટે રાહતની ખબર આવી છે. રાજ્યમાં ઘણી સ્કૂલો એ વાત માટે માની ગઇ છે કે તેઓ 2020-21 સેશન દરમિયાન બાળકો પાસેથી 25 ટકા ઓછી ફી લેશે. આ નિર્ણય કોરોના મહામારીને લીધે સર્જાયેલા આર્થિક સંકટને જોતા લેવામાં આવ્યો છે. જોકે, હજુ પણ ઘણાં એવા વાલીમંડળો છે જેઓ માગ કરી રહ્યા છે કે આ છૂટ 50 ટકાની હોવી જોઇએ.

ફીમાં કાપને લઇ સેલ્ફ ફાઈનાન્શ્ડ શાળાઓના એસોસિએશન અને શિક્ષા મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસ્માની વચ્ચે ગુરુવારે વાતચીત થઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ પગલાથી રાજ્યના 20 હજાર શાળાઓના 30 લાખથી વધારે વિદ્યાર્થીઓને લાભ થશે. આ પહેલા શાળાઓ 20 ટકા કાપ મૂકવાની વાત કરી રહ્યા હતા. જ્યારે સરકાર 25 ટકાના કાપ પર અડી હતી.

બે શરતોની સાથે છૂટની રજૂઆત

એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના પ્રેઝિડેંટ મનન ચોક્સીએ કહ્યું છે કે શાળાઓ અમુક શરતોની સાથે આ ફી કાપ માટે રાજી થઇ છે. સ્કૂલોએ ગુજરાત સરકારને આગ્રહ કર્યો છે કે તેમાં બે શરતોને જોડવામાં આવે. પહેલી શરત એ છે કે, આ કાપ માત્ર એવા જ વાલીઓ માટે હોય જેઓ નિયમિત રીતે ફી આપતા રહ્યા છે. બીજી શરત એ કે, જે વાલીઓ આ કાપનો ફાયદો ઉઠાવવા માગે છે તેમના માટે એક કટઓફ ડેટ નક્કી કરવામાં આવશે.

વાલીઓની માગ છે 50 ટકા છૂટ મળે

તેની વચ્ચે શુક્રવારે શિક્ષા મંત્રી અને સ્કૂલી બાળકોના માતા પિતાના સંગઠન ઓલ ગુજરાત વાલી મંડળની વચ્ચેની વાતચીત કોઇ મુખ્ય પરિણામ પર પહોંચી શકી નહીં. આ સંગઠન માગ કરી રહ્યું હતું કે કાપ ઓછામાં ઓછો 50 ટકાનો રહે, તો બીજી તરફ સરકારનું કહેવું છે કે સ્કૂલો યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. શિક્ષકોના પગારમાં પણ ભારે કાપ મૂકાશે, જેને કારણે લાખો શિક્ષકો પ્રભાવિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp