શિક્ષણમંત્રીએ જણાવ્યું- કેમ વિધાન ગૃહમાં ફી ઘટાડા અંગેનો પ્રશ્ન ચર્ચામાં ન આવ્યો

PC: Khabarchhe.com

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં આજે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો ‘ખાનગી સ્કૂલોમાં ફીમાં ઘટાડો કરવાની બાબતનો ટુંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં નિયમાનુસારની પ્રશ્નકાળની સમાયાવધિ પૂરી થઇ જતા અધ્યક્ષની સૂચના મુજબ ચર્ચામાં લઇ શકાયો નથી.

શિક્ષણમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારને કોઇ બાબત છુપાવવાની કે ગૃહમાં ચર્ચામાં ન લાવવાની કોઇ વાત જ નથી. શિક્ષણમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં આ સમગ્ર બાબતે રાજ્ય સરકાર શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે કોઇ વૈમનસ્ય ન સર્જાય તેમજ સમન્વય સચવાઇ રહે તે પ્રકારના પ્રયાસો કરે છે

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું કે, આ હેતુસર વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર આ બેય પક્ષકારો સાથે બેસીને ગુજરાત હાઇકોર્ટે સુચવ્યા મુજબના માર્ગે યોગ્ય નિર્ણય કરવા પ્રતિબદ્ધ છે.

શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યના શાળા સંચાલકો તથા વાલીઓ બેયનું હિત સચવાય અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પાલન થાય તે માટે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં સર્વ સંમતિ થી પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp