ગુજરાત બોર્ડના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર

PC: youtube.com

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધોરણ - 9 થી 12ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે. જેને  BISAG મારફતે ‘વંદે ગુજરાત’ ચેનલ નં. 9 થી 12 પર પ્રસારિત થાય છે. જે DD ફ્રી ડીશ પર નિહાળી શકાય છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા લાભાર્થીઓના ઘર સુધી આ કાર્યક્રમનો લાભ મળે તે હેતુથી બોર્ડની YouTube ચેનલ ( GSHSEB)માં આ ધોરણોના પ્રકરણ વાર મુખ્ય વિષયોના તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા વિષય વસ્તુની સમજ કેળવાય તેવા શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરાયા છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ નિહાળી શકે છે .

હાલમાં સમગ્ર દેશમાં COVID-19ના આ સંક્રમણમાં જયારે દેશમાં લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓ કે જેઓ રાજ્ય સરકારના માસ પ્રોમોશનના નિર્ણય અનુસાર ધોરણ - 8ના વિદ્યાર્થીઓ ધોરણ-9માં,ધોરણ-9ના વિદ્યાર્થીઓ ધોરણ-10માં અને ધોરણ -11ના વિદ્યાર્થીઓ ધોરણ -12માં પ્રવેશ મેળવેલ છે. જેથી તેઓ નવા ધોરણનો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે બોર્ડની YouTube ચેનલ ( GSHSEB)માં જઈને મુખ્ય વિષયોમાં પ્રકરણવાર એપિસોડમાં અભિવ્યક્ત કરવામાં આવેલા વિષય વસ્તુનો અભ્યાસ કરી શકશે અને વારંવાર મહાવરો કરી શકશે.

વધુમાં રાજ્ય સરકાર દ્વારા પાઠયપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ પાઠ્યપુસ્તકોની સોફ્ટ કોપી પાઠ્યપુસ્તક મંડળની http://gujarat-education.gov.in/TextBook/Textbooks/new-syllabus2020.htm વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેનો પણ ઉપયોગ કરીને આ સમયગાળાનો સદઉપયોગ કરી શકાય તેમ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp