ગુજરાતમાં આ જગ્યાએ IISSનું નિર્માણ કરાશે, વર્ષે 5000 વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ થશે

PC: khabarchhe.com

રાજ્યના વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ થકી રોજગારી મેળવી શકે તે માટે 20 એકર જમીનમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્કીલ્સ’ (IISS) સંસ્થાનું નિર્માણ કરાશે. આ સંસ્થાનો શિલાન્યાસ આગામી 15મી જાન્યુઆરી 2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના વરદ હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો.. આ સંસ્થા દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા 5000 જેટલા વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરાશે જેમાંથી ઓછામાં ઓછા 70 ટકા તાલીમાર્થીઓનું પ્લેસમેન્ટ કરવાના પ્રયાસો કરાશે એમ રોજગાર અને તાલીમ નિયામકની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ સંસ્થાની સ્થાપના ભારતમાં IIT તથા IIMના આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાને લઇને વિશ્વસ્તરીય કૌશલ્ય તાલીમ કેન્દ્ર બનાવવાના મુખ્ય ઉદેશથી કરવામાં આવી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા કૌશલ્ય તાલીમ માટે અખત્યાર કરવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિ અનુસારની તાલીમ આપવામાં આવશે. આ સંસ્થા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ અભિગમથી કાર્યરત રહેશે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને ઉધોગો સાથે સંકળાયેલી અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણોને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. જે અન્ય તાલીમી સંસ્થાઓ કરતા વિશિષ્ટ પ્રકારની સંસ્થા હશે. જેમાં વિદ્યાર્થીઓનીઆકાંક્ષાઓને પહોંચી વળવા માટે શ્રેષ્ઠતમ માળખાગત સુવિધા અને ઉચ્ચ શિક્ષણના ઉપર પરંપરાગત રીતે પસંદ કરાયેલ માર્ગના બદલે ધો.10 અથવા 12 પછી સીધા કૌશલ્ય શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને સંતોષી શકે તેવી સુવિધાઓ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની Institute of Technical Education સિંગાપુરની મુલાકાત દરમિયાન ઉદભવેલ વિચારને સાકાર કરવા માટે ભારત સરકારના Skill Developnebt and Enterpreneuship મંત્રાલય હેઠળના National Skill Development Corporation (NSDC) દ્વારા કૌશલ્ય નિર્માણ પ્રવૃત્તિને વેગ આપવા માટે વિશ્વસ્તરીય કૌશલ્યની તાલીમ પ્રદાન કરી શકે તેવી રાષ્ટ્રમાં કાનપુર, મુંબઇ અને અમદાવાદ એમ કુલ 03 સ્થળોએ Indian Institute of Skills (IISs) નામની કૌશલ્ય નિર્માણ સંસ્થાની સ્થાપનાને મંજૂરી મળી છે. જે અન્વયે સ્પર્ધાત્મક બીડ દ્વારા પસંદ કરાયેલ ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (TEDT)ના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની સ્કીલ ડેવલપમેન્ટ સંસ્થા ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલ્સ’ (IISs)અમદાવાદની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સંસ્થા માટે કલોલ તાલુકાના નાસ્મેદ મુકામે 20 એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp