આ રાજ્યના શિક્ષણમંત્રીએ ધો.10 અને 12ના ટોપરને ભેટમાં આપી મારુતિ અલ્ટો 800 કાર

PC: twimg.com

શિક્ષામંત્રી જગરનાથ મહતોએ 23 સપ્ટેમ્બરના રોજ ઝારખંડ એકેડેમિક કાઉન્સિલ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના ટોપર્સને કાર ભેટમાં આપી છે. ઝારખંડમાં બોર્ડ પરીક્ષાના પરિણામો જુલાઈમાં જાહેર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, રાજ્યના શિક્ષામંત્રીએ ધોરણ 10 બોર્ડના પરિણામ જાહેર કરતા સમયે એલાન કર્યું હતું કે તેઓ ટોપર્સને કાર ભેટ કરશે. ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક સ્વર્ગીય બિનોદ બિહારી મહતોની જયંતીના અવસર પર કારની ચાવી ધોરણ 10 અને 12ના ટોપર્સને સોંપી છે.

મંત્રી જગરનાથ મહતોએ પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આ વાતની જાણકારી આપી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, પરમ પૂજ્ય બિનોદ બિહારી મહતો જીની જયંતી દિવસ પર વિધાનસભા અધ્યક્ષ શ્રી રવિન્દ્રનાખ મહતોજીની ઉપસ્થિતિમાં આજે મેટ્રિક સ્ટેટ ટોપર મનીષ કુ. કટિયાર અને અમિત કુમાર(ઈંટર સ્ટેટ ટોપર)ને પ્રોત્સાહન ભેટના રૂપમાં એક એક અલ્ટો કાર સોંપી છે.

અન્ય રાજ્યોએ પણ બોર્ડની પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરનારાઓને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના જ ઈનામો આપ્યા છે. અસમમાં 75 ટકા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓમે આનંદારામ બોરુઆ પુરસ્કાર 20 હજાર રૂપિયા રોકડ ભેટ આપી. પ્રજ્ઞાન ભારતી યોજના હેઠળ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કરનારા 22 હજાર વિદ્યાર્થીઓને સ્કૂટી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp