CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર

PC: jansatta.com

લોકડાઉનના સમયમાં CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. CBSE બોર્ડે ધો.10 અને 12ની બાકી પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.12 અને10ની સાથોસાથ ધો.9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ એક ખાસ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડના આ નિર્ણયને કારણે 31 લાખ વિદ્યાર્થીઓને રાહત મળી છે. પરીક્ષાઓ તથા પરિણામને લઈને કેટલાય વિદ્યાર્થીઓ મુઝવણમાં અટવાયા હતા.

બોર્ડના PRO સતીશ કુમારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કારણે વણસતી સ્થિતિને ધ્યાને લઈને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બોર્ડના 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર જાહેર કરી છે. ધો.10ના જે વિદ્યાર્થીઓને જે વિષયની પરીક્ષા બાકી છે તે હાલમાં લેવાશે નહીં. ધો.10ના મુખ્ય વિષયની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. માત્ર ઓપ્શન સબ્જેટ બાકી છે. જ્યારે ધો.12ના કેટલાક વિષય બાકી રહી ગયા હતા. હવે માત્ર મુખ્ય વિષયની પરીક્ષા લેવામાં આવશે. જે વિષય વિદ્યાર્થીઓને આગામી સમયમાં કામ આવશે. જે વિષયની પરીક્ષા બાકી છે તે માટે તમામ કેન્દ્રને દસ દિવસ પહેલા સૂચના આપવામાં આવશે પછી પરીક્ષાનું આયોજન થશે.

જે ઉત્તરવહીઓનું મુલ્યાંકન બાકી છે એ કામ ફરીથી શરૂ કરવા માટે ત્રણથી ચાર દિવસ પહેલા સૂચના આપવામાં આવશે ત્યાર બાદ એ કામ શરૂ થશે. સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓના મોટા ભાગના મહત્ત્વના પેપરની પરીક્ષા લેવાય ચૂકી છે. ધો.12ના એ વિષયો જેવા કે, બિઝનેસ સ્ટડી, ભૂગોળ, હિન્દી, હોમ સાયન્સ, સોશિયોલોજી, કોમ્પ્યુટર સાયન્સ (બંને કોર્ષ) બાકી છે તે વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓ પછીથી આપી શકશે. જ્યારે વોકેશનલ અને અન્ય વિષયની પરીક્ષા નહીં લેવાય. ધો.9 અને 11ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથી.

પણ વિદ્યાર્થીઓને સ્કૂલ એસાઈમેન્ટ, પ્રોજેક્ટ વર્ક, પીરિયોડિક ટેસ્ટ, ટર્મ પરીક્ષા વગેરેના આધારે પ્રમોટ કરી દેવાશે. ધો.12માં કુલ 1206893 વિદ્યાર્થીઓ છે જ્યારે ધો.10માં 1889878 વિદ્યાર્થીઓ છે. ગુજરાત રાજ્ય સરકારે તથા ગુજરાત બોર્ડે પણ 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનું એલાન કર્યું છે. પરંતુ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આ વખતે પરિણામ મોડું મળશે. કારણ કે, ઉત્તરવહીના મુલ્યાંકન કાર્યમાં વિલંબ થયો છે. લોકડાઉનને કારણે આ કામ અટકી ગયું છે. તેની સીધી અસર પરિણામ પર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp