કોરોના વોરિયર શિક્ષિકાને ફ્લેટમાં ન જવા દેનારા એપાર્ટમેન્ટ પ્રમુખને પોલીસે...

PC: divyabhaskar.co.in

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલની શિક્ષિક કોરોના વાયરસ વચ્ચે પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોના વોરિયર્સની ભૂમિકામાં કામગીરી  બજાવી રહ્યા છે તેવા સમયે ઍક શિક્ષિકા સાથે ઘોડદોડ રોડ ઓલપાડી મહોલ્લામાં આવેલ અમર પેલેસ ઍપાર્ટમેન્ટના રહીવાસીઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

આ ઍપાર્ટમેન્ટના લોકોની માનસિકતા જાણે કોરોના વાયરસ કરતા પણ ધાતક હોય તેમ શિક્ષિકા પ્રસૂતિ બાદ બે મહિનાની દીકરીને સાથે કપરા સમયમાં ફરજ બજાવા માટે ઘરે આવી ત્યારે શિક્ષિકાને તેના જ ફલેટમાં જતા અટકાવી રાતોરાત શિક્ષિકાને ઘરમાંથી કાઢી મુકતા આખરે શિક્ષિકાને પ્રાથમિક સ્કુલમાં આસરો લેવાનો વારો આવ્યો હતો,. બનાવ અંગે મહિલા પીઍસઆઈઍ સરકાર તરફી ફરિયાદી બની ઍપાર્ટમેન્ટના રહીશો સામે ગુનો દાખલ કરી પ્રમુખ સહિત ચારની ધરપકડ કરી છે.

ઉમરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ ઓલપાડી મહોલ્લામાં આવેલ અમર પેલેસ ઍપાર્ટમેન્ટમાં તેના સંબંધીના ફલેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલની શિક્ષિકા પ્રસૂતિ બાદ તેની બે મહિનાની દીકરીને સાથે રહેવા માટે આવી હતી. કોરોના વાયરસ જેવી ગંભીર સ્થિતિ જોતા તે સુરત ફરજ બજાવવા માટે આવી હતી.  શિક્ષિકા વ્યારાથી આવી હોવાની જાણ તથા ઍપાર્ટમેન્ટના પ્રમુખ સહિતના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા અને વિરોધ કરી તેને રાતોરાત ઘરમાંથી બહાર કાઢી મુક્તા તેની હાલત કફોડી બની હતી.

મામલો પોલીસમાં પહોચતા પોલીસ દોડી આવી હતી. પોલીસની દરમિયાનગીરી અને અન્ય લોકોની સમજાવટ છતાં પણ કેટલાક લોકોની જીદના કારણે સુરતમાં કપરા સમયમાં ફરજ બજાવવા આવેલી શિક્ષિકાને તેના ઘરમાં જવા દેવામાં આવી ન હતી આખરે શિક્ષિકાઍ બે માસની દિકરી સાથે સમિતિની સ્કૂલના પગી રૂમમાં રહેવાની ફરજ પડી છે.

બનાવ અંગે ગઈકાલે રાત્રે ઉમરા પોલીસ મથકના મહિલા પીઍસઆઈ ઍન.વી.ચૌધરી સરકાર તરફી ફરિયાદી બની અમર પેલેસ ઍપાર્ટમેન્ટ પ્રમુખ રાજુ પટેલ સહિતના સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે શિક્ષિકા રાધિકાબેન પોતે સરકારી કર્મચારી હોય અને હાલના કપરા સંજાગોમાં રહેવાની સગવડ ન થાય તો તેમની ફરજની બજવણી કરવામાં વિલંબ થાય તેવું કૃત્ય કરી તેમને ફ્લેટમાં રહેવાનો અધિકાર હોવા છતાં તેણીને ફલેટમાં જતા અટકાવી ગેરકાયદેસર અવરોધ કરતા બીજી જગ્યાઍ રહેવા જવાની ફરજ પાડી માનસિક વ્યથા પહોંચાડી હતી. પોલીસે ગુનો દાખલ કરી પ્રમુખ રાજુ પટેલ સહિત ચારની ધરપકડ કરી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp