ગૌણ સેવાની પરીક્ષા રદ્દ થતા એક વિદ્યાર્થીએ રેશમા પટેલ સામે આપઘાતની વાત કરી

PC: youtube.com

11 ઓક્ટોબરના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા રદ્દ થવાના કારણે લાખો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વિદ્યાર્થીઓની ચિંતાનું કારણ એ હતું કે, ઘણા વિદ્યાર્થીઓ ઘરથી દૂર રહીને પૈસા વ્યાજે લાવીને આ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક વિદ્યાર્થીએ NCPના નેતા રેશમા પટેલને ફોન કરીને આપઘાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે રેશમા પટેલે વિદ્યાર્થીને આવું ન કરવા માટે સમજાવ્યો હતો.

રેશમા પટેલ અને વિદ્યાર્થી વચ્ચે થયેલી વાતચીત નીચે પ્રમાણે છે.

રેશમા પટેલ : આપ તમારું નામ જણાવો, શું પ્રોબ્લેમ છે તેમ કહો.

વિદ્યાર્થી: મેડમ મારું નામ દિગ્વિજય છે, હું બે વર્ષથી તૈયારી કરું છું બિન સચિવાલય ક્લાર્કની, ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઇ શક્યું નથી, મે બાબા સાહેબ આંબેડકરમાંથી એડમીશન ચાલુ કર્યું હતું કારણ કે, મારાથી રેગ્યુલર થઇ શકતું ન હતું. હું વ્યાજે પૈસા લાવીને કલાસિસ કરવા માટે ગાંધીનગરમાં આવ્યો હતો. અત્યારે જ્યારે હું ગામડે આવ્યો ત્યારે એવું સાંભળ્યું કે, સરકાર દ્વારા આવો નિર્ણય લીધો છે.

રેશમા પટેલ : તમે આ ગૌણ સેવાની પરીક્ષાની વાત કરો છોને તેમાં તમે તૈયારી કરી છે.

વિદ્યાર્થી : હા મેડમ, સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો તેનું દુખ નથી પરંતુ ભરતી થઇ ત્યારે આ લોકોએ ન કીધું અને અત્યારે પરીક્ષા નજીક છે અને દસ દિવસ બાકી છે ત્યારે પરીક્ષા આ લોકોએ રદ્દ કરી. પરીક્ષા રદ્દ કરી એનું પણ દુખ નથી મેડમ, પણ એ લોકોએ એવું નીવેદન આપ્યું કે, ગ્રેજ્યુએશન પ્રમાણે ભરતી કરવાના છીએ. આ પણ કરી નાંખ્યું પણ એનું શું કે, અમે પૈસા વ્યાજે લાવેલા. અંદરથી મેડમ એવું દુખ થયું કે, આપઘાત કરવાનું થાય.

રેશમા પટેલ: નહીં નહીં નહીં ભાઈ આવું નહીં વિચારવાનું તમે મારી પાસે એક આશા સાથે ફોન કર્યો છે, એટલે આપણે હિંમત રાખવાની. આવું બિલકુલ નહીં બોલવનું કે, તમને મરવાની ઈચ્છા થાય છે. આપણે સાથે છીએ, આપણે આ મુદ્દા પર લડાઈ લડીશું અને તમારી જેવા ઘણા વિદ્યાથીઓ છે, જેની જોડે આવો અન્યાય થયો છે.

વિદ્યાર્થી : હા મેડમ ઘણા બધા છે. સરકાર એવું વિચારે છે કે, ગ્રેજ્યુએશન પર ભરતી થાય તો 90% કોમ્પિટિશન ઘટી જાય. જો કોમ્પિટિશન વધી ગઈ હોય તો સ્ટુડન્ટ તૈયારી કરે છે અને તેમાંથી કાબિલ વિદ્યાર્થી જ બહાર નીકળવાનો છે. મેડમ ગ્રેજ્યુએશન કરવાની પણ ના નથી પરંતુ પરીક્ષાના 10 દિવસ બાકી છે અને આ લોકોએ એવું નિવેદન આપ્યું કે, ગ્રેજ્યુએશન કરીએ. બે મહિનાથી તૈયારી, ખર્ચો, કાળી મજૂરી કરીને જીવવાવાળા અમે લોકો. તો હવે અમારે આ બધું કેવી રીતે હેન્ડલ કરવાનું.

રેશમા પટેલ : ભાઈ તમારું ગામ કયું આવે.

વિદ્યાર્થી : મેડમ મારુ ગામ બાયડ તાલુકાનું જીતપુર ગામ છે. મારું નામ દિગ્વિજય છે.

રેશમા પટેલ : દિગ્વિજય ભાઈ તમે ચિંતા નહીં કરો. આપણે સાથે મળીને આના બેઝ પર સવાલ ઉઠાવીશું અને ગઈ કાલે હું આના બેઝ પર મારું મંતવ્ય શૂટ કરીશ તમારા લોકોના પક્ષમાં અને અમે તમારી સાથે છીએ, તમે બીજું કઈ અવળું નહીં વિચારશો. આમાં અમે તમારી મદદ કરીશું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp