આ રાજ્યના મુખ્યમંત્રી બોલ્યા- BJPને લાંબા સમય સુધી યાદ રહેશે દિલ્હીનો પાઠ

PC: assettype.com

આ રાજ્યના મુખ્યમંત્રીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો તરફ ઈશારો કરતા કહ્યું કે, દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે પાઠ ભણાવ્યો છે, તે પાર્ટીને લાંબા સમય સુધી યાદ રહેશે. કેવા કેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે આ દેશમાં, દિલ્હીની ચૂંટણી તેનું ઉદાહરણ છે. આખી દુનિયાએ જોયું, આખા દેશે જોયું, એક પછી એક... કોઈ ગોળી મારી રહ્યા છે ગદ્દારોને, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કહી રહ્યા છે, આ લોકો આવી રીતે નહીં માનશે, ગોળીથી માનશે. કેવા કેવા શબ્દો બોલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, સત્તાપક્ષના લોકો પોતે જ ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવુ પહેલીવાર સાંભળ્યું આપણે અને તે દુઃખદ છે. પણ જે પાઠ દિલ્હીના લોકોએ ભણાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને, તે તેમને લાંબા સમય સુધી યાદ રહેશે.

રાજ્ય સરકારના કામ અંગે તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છે કે જનતાની સુનાવણી સર્વોપરી હોય અને જે કર્મચારી કે અધિકારી તેમાં બાધા લાવશે, સરકાર તેમના પર નજર રાખશે. સુનાવણી ખૂબ જ આવશ્યક છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ વાત કહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સંઘ રાષ્ટ્રવાદના નામે લોકોને ઉશ્કેરી રહ્યા છે. BJP-RSSનો રાષ્ટ્રવાદ છદ્મ-રાષ્ટ્રવાદ છે. તેમનું લક્ષ્ય લોકોને ભડકાવી ચૂંટણી જીતવાનો છે. 20 ટકા મુસ્લિમ વસતી ક્યા જશે.

ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે, તેમનું પ્રદર્શન કેન્દ્રની ભાજપા સરકાર માટે ચેતવણી છે કે કોઈ પણ વિચારધારા કે શક્તિ દેશના નાગરિકોના મૌલિક અધિકારોને ખતમ કરી શકે નહીં. બાબા સાહેબ આંબેડકરે આરક્ષણની જોગવાઈ કરી કારણ કે દલિતો અને પછાતની મુખ્ય ધારા સાથે જોડીને તેમના જીવનસ્તરને સુધારી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp