ઓક્સિજનની અછતઃ પાણી નથી મળી રહ્યું, શ્વાસ નથી લઇ શકાતો, દર્દી સાથેની અંતિમ વાત

PC: newsbust.in

40 વર્ષના માલવા નિવાસી રાજકુમાર નિષાદને હાર્ટની બીમારી હતી. પરિજનોનો આરોપ છે કે ટેસ્ટ રિપોર્ટ વિના જ કોરોના સંક્રમિત કહી તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા, જ્યાં ઓક્સિજન ન મળી શકવાના કારણે તેમનું મોત થઇ ગયું. તેમની પત્ની કર્મિતાએ જણાવ્યું કે, છેલ્લી વાર તેમની સાથે ફોન પર વાત થઇ હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાણી પણ મળી નહોતું રહ્યું અને ઓક્સિજન પણ નથી. જેને લઇ શ્વાસ લેવામાં તકલીફ થઇ અને તેમનું મોત થયું.

એક ચેનલને કર્મિતાએ જણાવ્યું કે, મેં કહ્યું મેડમ પાણી પણ નથી મળી રહ્યું, ઓક્સિજન બંધ છે કોઈએ ધ્યાન ન આપ્યું. મીડિયામાં આ ખબર સામે આવ્યા પછી મધ્ય પ્રદેશના ભોપાલમાં નોડલ અધિકારી અમિત માલાકારે આ વાતનું ધ્યાન લેતા તપાસ કરવાની અને કાર્યવાહી કરવાની વાત કહી છે.

મધ્ય પ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મોત થઇ રહ્યા છે. જ્યારે એક ચેનલે પહેલીવાર ખબર દેખાડી તો સરકારે દબાયેલા અવાજે આ વાતનો સ્વીકાર કર્યો, ત્યાર બાદ બે દિવસ પછી જણાવ્યું કે કેન્દ્ર સરકાર રોજ 50 ટન ઓક્સિજન આપશે, હવે રાજ્યમાં કોઈ તકલીફ થશે નહીં. પણ કહીકત જરા જુદી જ છે. લોકોને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. ઘણાં દુકાનદારો, સપ્લાયરો સાથે વાત કર્યા પછી જાણ થઇ કે સપ્લાઇની મુશ્કેલી છે. બેગણા ભાવ થઇ ગયા છે અને આવનારા દિવસોમાં તકલીફ વધી શકે છે.

મધ્ય પ્રદેશમાં જુલાઈમાં રોજ 40 ટન તો ઓગસ્ટમાં 90 ટન ઓક્સિજન સિલિન્ડર આવ્યા. પણ સપ્ટેમ્બરમાં રોજ 1500થી વધારે નવા કોરોના કેસો સામે આવવા લાગ્યા. જેથી હવે ઓક્સિજનની સપ્લાઇ 110 ટન થઇ ગઇ છે. જોકે, રાજ્ય સરકારનો દાવો છે કે રાજ્યને રોજ 130 ટન ઓક્સિજન મળી રહ્યું છે અને કેન્દ્રએ તેના પર 50 ટન આપવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો દાવો છે કે રાજ્યમાં ઓક્સીનની કોઈ અછત વર્તાઇ રહી નથી.

પણ જ્યારે સરકારના આ દાવાની હકીકત જાણવાની કોશિશ કરવામાં આવી તો સત્ય સામે આવી ગયું. ભોપાલના હમીદિયા રોડ પર સિક્રેટ કેમેરામાં એક દુકાનદારે સ્વીકાર્યું કે 12 લીટરનો સિલિન્ડર મળી રહ્યો નથી, જે પહેલા 4800નો સિલિન્ડર હતો તે હવે 6000 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. અન્ય દુકાનો પર ભાવ 500 રૂપિયા વધારે થઇ ગયો છે. અન્ય દુકાનદારે તો આખો હિસાબ જણાવ્યો. કહ્યું કે ભાવ વધી ગયા છે અને વધારે ઓક્સિજન મળી રહ્યો નથી. જેને 4800માં વેચી રહ્યો છું તે પહેલા 3300 રૂપિયાનો હતો. જ્યારે દુકાનદારને પૂછવામાં આવ્યું કે તમને પણ શું સિલિન્ડર મોંઘા મળી રહ્યા છે, તો જવાબમાં દુકાનદારે કહ્યું કે, હા...સરકાર કશું કરી રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp