દુઃખદ, પણ જો સાથે મળી પગલા ન લેવાયા તો કોરોના વાયરસથી 20 લાખ લોકો મરશેઃ WHO

PC: cloudfront.net

દુનિયાભરમાં કોરોના વાયરસથી થનારા મોતોનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાત કહી છે. સંગઠને કહ્યું છે કે એક સફળ વેક્સીન મળવા અને વ્યાપક સ્તરે લોકોને વેક્સીન આપવા પહેલા કોરોનાથી થનારા મોતોનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે દુનિયામાં કોરોનાથી મોતના આંકડા 10 લાખના સ્તરે પહોંચી ગયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, જો મહામારીનો સામનો કરવા માટે બધાં દેશો અને લોકો એકસાથે આવ્યા નહીં તો 10 લાખ વધારે મોતો થવાની આશંકાથી મોઢું ફેરવી શકાશે નહીં.

WHOએ સાથે એવો પણ દાવો કર્યો છે કે જો મહામારીને રોકવા માટે સંગઠિત થઇ એટલે કે સાથે મળીને કામ ન કરવામાં આવ્યું તો મોતોનો આંકડો 20 લાખથી વધારે થઇ શકે છે. જણાવી દઇએ કે, દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના મામલા 3 કરોડ 27 લાખથી વધારે થઇ ગયા છે. 

સમાચાર એજન્સી એફપીપી દ્વારા આંકડાઓ અનુસાર ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં મહામારી ફેલાયા પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9,84,068 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. દુનિયાભરમાં લગભગ 3.2 કરોડ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે.

માઈક રાયને કહ્યું કે, આપણે હજુ સુધી આ મહામારીમાંથી બહાર આવી શક્યા નથી. તેમણે સાથે એવું પણ કહ્યું છે કે નવા કેસોને લઇ યુવાઓને દોષ આપવો જોઇએ નહીં. તેમણે કહ્યું કે આશા છે કે આપણે એકબીજાનો વાંક કાઢીએ નહીં. માઈક રાયને કહ્યું કે, ઘરોમાં થનારી પાર્ટીઓથી પણ મહામારી વધી રહી છે, જેમાં દરેક ઉંમરના લોકો સામેલ થઇ રહ્યા છે.

કોરોના વાયરસથી અમેરિકામાં 2 લાખ 8 હજારથી વધારે, ભારતમાં 93 હજારથી વધારે, બ્રાઝીલમાં એક લાખ 40 હજારથી વધારે અને રશિયામાં 20 હજારથી વધારે લોકોના મોત થયા છે. સૌથી વધારે સંક્રમણના કેસોમાં અમેરિકા ટોચના સ્થાને છે. જ્યાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 72 લાખનો આંકડો વટાવી ગઇ છે. બીજા નંબરે ભારત છે. જ્યાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 59 લાખ મામલા સામે આવી ગયા છે.

રિપોર્ટ અનુસાર, WHOના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ માઇક રાયને કહ્યું કે, 20 લાખ મોતોનું માત્ર આંકલન નથી, બલ્કે આવું થવાની આશંકા ખૂબ જ વધારે છે. કોરોના વાયરસ સામે આવ્યા પછી અત્યાર સુધીમાં પાછલા 9 મહિનામાં કુલ 9.93 લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp