રાજપીપળાથી વડોદરા જતી ST બસને નદીના પુલ પર ઊભી રાખી ડ્રાઇવરે નદીમાં છલાંગ લગાવી

PC: dainikbhaskar.com

રાજપીપળામાં ST બસનો ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ રસ્તા પર ઉભી રાખીને નર્મદા નદીમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે મુસાફરો પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા રાજપીપળા પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને નર્મદા નદીમાં કૂદી ગયેલા ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી. ફાયરના જવાનોએ કલાકો સુધી ડ્રાઇવરની શોધખોળ કરી હતી પરંતુ તેમને ડ્રાઇવર પાણીમાંથી મળ્યો ન હતો. ઘટનાની જાણ થતાં ST વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જો કે, બસના ડ્રાઇવરે કયા કારણોસર નદીમાં ઝંપલાવ્યું છે તે કારણ જાણવા મળ્યું નથી.

રિપોર્ટ અનુસાર 26 ઓક્ટોબરના રોજ રાજપીપળાથી ST બસ લઈને ડ્રાઇવર આશિષકુમાર વડોદરાના કીર્તિસ્તંભ તરફ જવા રવાના થયો હતો. જ્યારે 5:50 કલાકે બસ પોઈચા નર્મદા નદીના પુલ પાસે પહોંચી ત્યારે પુલ પર ડ્રાઇવર આશિષકુમારે બસને રસ્તાની સાઈડમાં ઉભી રાખી હતી અને એકાએક જ નર્મદા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. ડ્રાઇવર નદીના પાણીમાં કૂદી ગયો હોવાની જાણ બસમાં બેસેલા મુસાફરોને થતા મુસાફરો બસની નીચે ઉતરી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ રાજપીપળા પોલીસ અને ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતા STના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

કેટલાક લોકોએ બસનો ડ્રાઇવર તરવાના પ્રયાસ કરીને પાણીની બહાર નિકળવાનો પ્રયાસ કરતો હોવાનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરના જવાનોએ પણ નદીમાં છલાંગ લગાવીને બસના ડ્રાઇવર આશિષની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કલાકોની શોધખોળ બાદ પણ ડ્રાઇવરનો કોઇ પત્તો મળ્યો ન હતો. બસના ડ્રાઇવર આશિષકુમારે કયા કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું તે બાબતે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

બસનો ડ્રાઇવર મૂળ સંતરામપુરનો રહેવાસી હતો અને તે રવિવારે 7:20 કલાકે નાસિકથી ST બસ લઈને રાજપીપળા રિટર્ન થયો હતો અને 26 ઓક્ટોબરના રોજ 5 વાગ્યે રાજપીપળાથી ST બસ લઈને વડોદરાના કીર્તિસ્તંભ તરફ જવા રવાના થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp