આરોપીને પકડવા ગયેલી નિકોલ પોલીસ પર આરોપીએ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો

PC: google.com

અમદાવાદમાં આરોપીઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે, અવા-નવાર આરોપીઓ દ્વારા પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ પ્રકાસમાં આવે છે, ત્યારે વધુ એક વાર આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં પ્રકાસમાં આવી છે. આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મીઓ પર આરોપીએ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનો બચાબ થયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના વિરાટનગરમાં આવેલા જગદીશ ફ્લેટમાં મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયો હતો. આ ઘટનામાં ભાડૂઆતે મકાન માલિક પર લૂંટ ચલાવી હોવાનો અને ધમકીઓ આપવાનો આક્ષેપ કર્યો હતો અને આ સમગ્ર મામાલે મકાનમાલિક ભરતસિંગ સહીત ત્રણ ઇસમો વિરુદ્ધ ભાડુઆત દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભાડુઆતની ફરિયાદના આધારે પોલીસ જ્યારે ભરતસિંગ સહીત ત્રણ ઇસમોને પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ કાર લઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓની કારને અટકાવવા માટે એક પોલીસકર્મી આરોપીની કારની આગળ આવીને ઉભો રહી ગયો હતો ત્યારે આરોપીઓએ કાર પોલીસકર્મી પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મી સમયસર કારની સામેથી હટી જતા તેમનો બચાવ થયો હતો. જો કે, રોંગ સાઈડ હોવા છતાં પણ આરોપીઓ પુરપાટ ઝડપે પોતાની કાર ચલાવીને ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીને પકડવા માટે તેમનો પીછો પણ કર્યો હતો પરંતુ આરોપીઓ પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ થયા હતા. હાલ આ સમગ્ર મામલે નિકોલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ બે ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp