અમદાવાદમાં બાઈક છોડાવવા ગયેલી યુવતીઓ સાથે પોલીસકર્મીએ મારામારી કરી

PC: static.toiimg.com

રાજ્યમાં પોલીસની દાદાગીરીના ઘણા કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે, ત્યારે અમદાવાદમાં ટ્રાફિક પોલીસના સ્ટાફ પર યુવતીઓ સાથે મારામારી કરવાનો આક્ષેપ થયો છે. આ ઘટનામાં પણ હંમેશાની જેમ જ પોલીસે પોતાની નહીં પરંતુ યુવતીઓની ભૂલ ગણાવી હતી. એક રિપોર્ટ અનુસાર પ્રહલાદનગર પોલીસ સ્ટેશનના ટ્રાફિક ટોઈંગ પોલીસ કર્મચારીઓ કેટલીક યુવતીઓની બાઈક ટો કરીને લઇ આવ્યા હતા. યુવતી જ્યારે યુવતીઓ બાઈક છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં આવી ત્યારે તેને ફોર-વ્હીલરને લોક નહીં લગાવવા બાબતે પોલીસને સવાલ કર્યા હતા. યુવતીઓના સવાલથી પોલીસકર્મીએ ઉશ્કેરાયને યુવતીઓ સાથે મારામારી કરી કરી હતી, જેથી આ મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો.

ભોગ બનનાર યુવતીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે પોલીસને પુછ્યું કે, ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર બાજુ બાજુમાં ઉભી હતી, ત્યારે તમે લોકો ખાલી ટુ-વ્હીલર કેમ લઇને આવ્યા હતા, ફોર-વ્હીલરને કેમ લોક ન કરી ત્યારે તેમને કહ્યુ કે, આ અમારા અન્ડરમાં ન આવે. તેથી મે કહ્યું કે, અમને કારણ જણાવો તો પોલીસે કહ્યું કે, આ નંબર પર ફોન કરીને પૂછીલો. પછી તેઓ બોલ્યા કે, આ કશું સંભાળવાની થઇ છે, તેમ કહીને તેમને મને છાતીમાં ધક્કો મારી દીધો હતો. આ પછી જ્યારે મારી એક ફ્રેન્ડ વચ્ચે આવી ત્યારે તેને પણ કહ્યું કે, તમારાથી જે થતું હોય તે કરી લો નહીં આપું બાઈક.

અન્ય યુવતીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ અમે પોલીસ સ્ટેશનમાં એક્ટીવા છોડાવવા માટે આવ્યા છીએ પરંતુ આ પહેલા અમારી સાથે ક્યારેય આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો નથી. અમે તો પોલીસને શાંતિથી સવાલ પૂછતાં હતા પરંતુ તેઓ અમને કઈ પણ જણાવ્યા વગર અમારી સાથે મારામારી કરવા લાગ્યા હતા અને ઘણી ખરાબ ખરાબ ગાળો આપવા લાગ્યા હતા.

આ ઉપરાંત બાઈક છોડાવવા માટે આવેલા અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું મારું વ્હીકલ છોડાવવા માટે જ આવ્યો હતો. ત્યારે યુવતીઓએ વિકાસભાઈને કાર ટો કરવા બાબતે સવાલ પૂછ્યા હતા ત્યારે એકાએક વિકાસભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને યુવતીઓ સાથે લાફા-લાફી કરી નાંખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp