વડોદરામાં ત્રણ દિવસથી ગુમ 20 વર્ષની યુવતીની તળાવ પાસેથી તાડપત્રીમાંથી લાશ મળી

PC: sandesh.com

વડોદરાના પાદરાના ચાણસદ ગામમાં રહેતી અને ત્રણ દિવસથી ગુમ થયેલી 20 વર્ષની યુવતીનો મૃતદેહ પોલીસને એક તાડપત્રીમાં વીંટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ યુવતીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે.

એક રિપોર્ટ અનુસાર વડોદરાના પાદરાના ચાણસદ ગામમાં રહેતી 20 વર્ષની ખુશ્બુ છેલ્લા ત્રણ દિવસથી ગુમ થઇ હતી. પરિવારના સભ્યોની શોધખોળ પછી પણ તે મળી આવી નહોતી અને ત્રણ દિવસ પછી ખુશ્બુનો મૃતદેહ ચાણસદ ગામના નવીનગરી પાસે આવેલા તળાવની પાસેથી એક તાડપત્રીમાં વીંટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મોડી રાત્રે સ્થાનિક લોકોને તળાવ પાસે પડેલા એક કોથળામાંથી ખરાબ દુર્ગંધ આવતા લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તળાવની પાસે રહેલા કોથળામાંથી તાડપત્રી બહાર કાઢીને તેમાં જોયું તો એક યુવતીની હાથ અને પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પોલીસે તપાસ કરતા લાશ ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી ખુશ્બુ નામની યુવતીની હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ વડોદરા LCBની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ખુશ્બુની લાસને જોઈને પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. પોલીસે ઘટના સ્થળ પર પ્રાથમિક તપાસ કરીને ખુશ્બુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી જ હત્યાનું ખરું કારણ જાણવા મળશે.

ખુશ્બુ વડોદરાની સયાજી યુનીવર્સીટીમાં કોમર્સના ત્રીજ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ખુશ્બુના પિતાનું અવશાન થયા પછી માતાની સાથે જ રહેતી હતી. ખુશ્બુની માતા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચાલવતા હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp