બાયડમાં મુખ્યમંત્રીની સભાના કારણે ગરીબોને રસ્તે રઝળવાનો વારો આવ્યો

PC: youtube.com

ગુજરાતની છ વિધાનસભાની બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને જીતાડવા માટે રાજકીય પક્ષના લોકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી સહિતના નેતાઓ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અલગ-અલગ બેઠકો પર સભાને સંબોધી રહ્યા છે.

ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોના ચૂંટણી પ્રચારને લઇને કરવામાં આવતી સભાઓના કારણે ગરીબ લોકોને રસ્તા પર રઝળવાનો વારો વારો આવ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે, ઉમેદવારના પ્રચાર માટે સભાને સંબોધન કરવા માટે મુખ્યમંત્રી આવવાના હોવાના કારણે સભા સ્થળની નજીક વર્ષોથી રહેતા ગરીબ લોકોના ઝૂંપડાઓ તેમાં રહેલા લોકોને થોડો પણ સમય આપ્યા વગર તંત્ર દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા. ઝૂંપડામાં રહેતા લોકો તંત્રના અધિકારીઓને આજીજી કરતા રહ્યા પણ સરકારી અધિકારી ગરીબ લોકોની એક વાત પણ સાંભળવા માટે તૈયાર ન હતા.

એક રિપોર્ટ અનુસાર, ખેરાલુ વિધાનસભાની બેઠક પરથી ઊભા રહેલા ભાજપના ઉમેદવારને જીતાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્થળ પર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેની આસપાસ ગરીબ લોકો ઝૂંપડા બાંધીને વસવાટ કરતા હતા. આ ઝૂંપડામાં છથી સાત પરિવાર રહેતા હતા. સભા સ્થળ તરફ જતા રસ્તા પર જ ઝૂંપડાઓ હોવાના કારણે આ ઝૂંપડાને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા હતા. ઝૂંપડામાં રહેતા લોકોને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ઝૂંપડાઓ હટાવી લેવામાં આવ્યા હતા.

ઝૂંપડામાં રહેતા પરિવારજનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે આ જગ્યા પર ઘણા વર્ષોથી રહીએ છીએ. મંત્રી સાહેબ આવે છે એટલે અમને ઝૂંપડા હટાવવાનું કહ્યું છે. જો અમને બે દિવસ પહેલા કીધું હોત તો અમે અમારા ઝૂંપડા ખસેડવાની કોઈ વ્યવસ્થા કરત પરંતુ તાત્કાલિક અમારે કઈ જગ્યા પર જવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp