વડોદરામાં માસીનો દીકરો બહેનને અશ્લિલ વીડિયો ઉતારવાનું કહેતો હતો, જો ના પાડે તો..

PC: ekathimerini.com

વડોદરામાં ભાઈ બહેનના સબંધને કલંક લગાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીના માસીનો દીકરો જ યુવતીના પરિવારના સભ્યોને મારી નાંખવાની ધમકી આપીને તેના પર અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો. જ્યારે યુવતીએ પિતરાઈ ભાઈના ત્રાસથી કંટાળીને દવા પીને પોતાનું જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિવારના સભ્યોને આ બાબતે જાણ થઈ અને તેમને નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

એક રિપોર્ટ અનુસાર વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીએ લક્ષમીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા માસીનો દીકરી નોકરી કરવા માટે વર્ષ 2016-17માં અમારા ઘરે આવ્યો હતો. તે અમારી સાથે જ રહેતો હતો. હું તેને ભાઈની જેમ રાખતી હતી પરંતુ તે મારા પર નજર બગાડીને મસ્તી કરવાના બહાને મારી છેડતી કરતો હતો અને મને ધમકાવતો હતો કે, કોઈને કહીશ તો તારા પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દઈશ.

પીડિતાએ ફરીયાદમાં આક્ષેપ કર્યા હતા કે, મારા પરિવારના સભ્યોની ગેર હાજરીમાં બપોરના સમયે પિતરાઈ ભાઈ તેની સાથે જબરજસ્તી કરતો હતો અને ધમકાવતો હતો. આ ઉપરાંત જ્યારે થોડા સમય પછી પિતરાઈ ભાઈ બાજુના મકાનમાં રૂમ ભાડે રાખીને રહેવા ચાલ્યો ગયો હતો અને નવેમ્બર 2018માં ધમકી આપીને યુવતીને ભાડામાં મકાનમાં બોલાવી હતી અને દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત યુવતી ઘરમાં એકલી હોય ત્યારે તેને બાથરૂમમાં જઈને હસતા મોઢે અશ્લિલ વીડિયો બનાવવાનું પણ કહેતો અને જો પીડિતા ના પાડે તો તેને પટ્ટાથી માર મારતો હતો.

આ નરાધમ જ્યારે પીડિતાને બોલાવે અને પીડિતા જવાની ના પાડે તો તે પીડિતાની જાણ બહાર પડેલા તેના અશ્લિલ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. નરાધમ પિતરાઇ ભાઈની હરકતોથી કંટાળીને યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પરિવારના સભ્યો દ્વારા સમયસર યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેનો જીવ બચ્યો હતો. પરિવારના સભ્યોને યુવતીને દવા પીવાનું કારણ પૂછતાં તેને પોતાના પર વીતેલી આપવીતી જણાવતા પરિવારના સભ્યોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ સમગ્ર મામલે યુવીના પરિવારજનોએ લક્ષમીપુરા પોલીસ સ્ટેશનમાં પીતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે ફરિયાદના આધારે નરાધમ પિતરાઈ ભાઈની ધરપકડ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp